શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પોરબંદરઃ બે દિવસ પહેલાં વરસાદના પાણીમાં તણાયેલી કારમાં બેઠેલા ટ્યુશન સંચાલકનો મૃતદેહ મળ્યો, હજુ કોની તલાશ જારી?
પોરબંદરના સોઢાના ગામે બે દિવસે પહેલા કાર તણાઈ જવાની ઘટના સામે આવી હતી. જેમાં પુત્ર અને માતા-પિતા સવાર હતાં.
પોરબંદરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને કારણે નદી-નાળા બે કાંઠે વહેતા થયા હતાં જ્યારે ખેતરો નદીમાં ફેરવાઈ ગયા હતા. પોરબંદરના સોઢાના ગામે બે દિવસે પહેલા કાર તણાઈ જવાની ઘટના સામે આવી હતી. જેમાં પુત્ર અને માતા-પિતા સવાર હતાં. આ ત્રણેય લોકોએ બચવા માટે ઘણો પ્રયત્ન કર્યો જોકે બચી શક્યાં નહતાં અને પાણીમાં તણાઈ ગયા હતાં.
બે દિવસ પહેલાં પોરબંદરના સોઢા ગામે વહેતા પાણીમાં કાર તણાઈ હતી જેમાં ત્રણ લોકો સવાર હતા. આ ત્રણેયનો એનડીઆરએફની ટીમ શોધી રહી હતી જોકે મળ્યાં નહતાં પરંતુ ગઈકાલે પાણીમાંથી એક કાર મળી આવી હતી.
નોંધનીય છે કે, આજે સવારે ટ્યુશન ક્લાસના સંચાલક વીરેન મજીઠીયાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે તેના માતા-પિતાનો મૃતદેહની શોધખોળ ચાલુ છે. વરસાદી પાણીમાં લોકો ફસાયા હોવાના પણ બનાવો સામે આવ્યા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion