શોધખોળ કરો

પોરબંદર ટ્રિપલ મર્ડરઃ લખમણની ફોરેસ્ટ ગાર્ડ હેતલ સાથેની ફ્રેન્ડશિપ બની મોતનું કારણ, જાણો વિગત

ફોરેસ્ટ ગાર્ડ લખમણ ઓડેદરાએ મહિલા બીટ ગાર્ડ, તેના પતિ અને રોજમદારની હત્યા કરી છે. લખમણે હેતલ સાથે પરાણે ફ્રેન્ડશિપ રાખવાના મનદુઃખને લઈને હત્યા કરી છે.

પોરબંદરઃ પોરબંદરમાં ગર્ભવતી મહિલા બીટ ગાર્ડ અને તેના પતિ સહિત ત્રણ લોકોના હત્યાના પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હત્યા અન્ય વનકર્મી દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વનકર્મી લખમણ ઓડેદરાએ હત્યા કરી છે. લખમણની હેતલ સોલંકી સાથેની ફ્રેન્ડશિપ હત્યાનું કારણ બની છે. આમ, છેલ્લા ચાર દિવસથી ચર્ચા જગનાર હત્યા પ્રકરણનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. મળતી વિગતો પ્રમાણે સાથી ફોરેસ્ટ ગાર્ડ લખમણ ઓડેદરાએ મહિલા બીટ ગાર્ડ, તેના પતિ અને રોજમદારની હત્યા કરી છે. લખમણે હેતલ સાથે પરાણે ફ્રેન્ડશિપ રાખવાના મનદુઃખને લઈને હત્યા કરી છે. લખમણ અને તેની પત્ની વચ્ચે હેતલ સાથે મિત્રતા રાખતા ઝઘડો થો હતો. આ ટ્રિપલ મર્ડરના કેસમાં પોલીસે બરડા ડુંગર નજીકથી આરોપીની ધરપકડ કરી છે. જિલ્લા પોલીસ વડા રવી મોહન સૈની એ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી. પોરબંદર ટ્રિપલ મર્ડરઃ લખમણની ફોરેસ્ટ ગાર્ડ હેતલ સાથેની ફ્રેન્ડશિપ બની મોતનું કારણ, જાણો વિગત તસવીરઃ લખમણ ઓડેદરા નોંધનીય છે કે, બરડાના જંગલમાંથી સગર્ભા યુવતી, તેના પતિ અને યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશો મળી આવી હતી. આ ટ્રીપલ મર્ડરની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. પોરબંદર વનવિભાગના મહિલા બીટ ગાર્ડ અને તેમના શિક્ષક પતિ તેમજ વન વિભાગના રોજમદાર સહિત ૩ વ્યકિત શનિવારે લાપતા બન્યા બાદ સોમવારે ત્રણેયની લાશ કાટવાણા નજીકના બરડા ડુંગરમાંથી મળી હતી અને તેમની બેરહેમી પૂર્વક હત્યા કરવામા આવી હતી. બીટ ગાર્ડ હેતલબેન રાઠોડ અને તેમના શિક્ષક પતિ કિર્તિભાઈ સોલંકી તેમજ વન વિભાગમાં રોજમદાર તરીકે કામ કરતા નગાભાઈ આગઠ સહીતના ત્રણ લોકો શનિવારથી લાપતા બન્યા હતા અને કાટવાણા નજીકના જંગલમાંથી તેમની કાર રેઢી મળી હતી. લાપતા બન્યાની આશંકાને લઈ પોલીસ અને વન વિભાગ દ્વારા સતત બે દિવસથી તેમની શોધખોળ કરવામા આવી રહી હતી. દરમ્યાન સોમવારે કાટવાણા નજીકના બરડા ડુંગરમાંથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામા આવી હોવાનું બહાર આવ્યુ હતું. મહિલા બીટ ગાર્ડ હેતલ રાઠોડની લાશ પાણીના ઝરણા નજીકથી મળી આવી હતી. જ્યારે તેમના પતિ અને રોજમદાર યુવાનની હત્યા ત્યાંથી થોડે દુર બાવળની કાટમાંથી મળી આવી હતી. આ ઘટનાની જાણ થતા જીલ્લા પોલીસ વડા રવિ સૈની અને વન વિભાગના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્રણેયના મૃતદેહ ને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામા આવ્યા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 

વિડિઓઝ

Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ
Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ, જુઓ VIDEO
Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 
Knuckle Cracking: શું વારંવાર ટચાકા ફોડવાથી નબળા પડી જાય છે આંગળીના હાડકાં, જાણો કેટલી સાચી છે આ વાત ?
Knuckle Cracking: શું વારંવાર ટચાકા ફોડવાથી નબળા પડી જાય છે આંગળીના હાડકાં, જાણો કેટલી સાચી છે આ વાત ?
ગિલ કે જયસ્વાલ નહીં, આકાશ ચોપરાએ આ ખેલાડીને તિલક વર્માના રિપ્લેસમેન્ટ માટે ગણાવ્યો હોટ ફેવરીટ, નામ જાણીને ચોંકી જશો
ગિલ કે જયસ્વાલ નહીં, આકાશ ચોપરાએ આ ખેલાડીને તિલક વર્માના રિપ્લેસમેન્ટ માટે ગણાવ્યો હોટ ફેવરીટ, નામ જાણીને ચોંકી જશો
Embed widget