શોધખોળ કરો
ABP અસ્મિતાની વિશેષ રજૂઆત ‘પ્રધાનમંત્રી-2’ આજના ભારતની કહાની દર્શવાતો શો આજથી થશે શરૂ
આજના ભારતની કહાની દર્શાવતો શો ‘પ્રધાનમંત્રી સીઝન 2’ આજથી દર શનિવારે રાત્રે 10 વાગ્યે ટેલિકાસ્ટ થશે, આ સિવાય દર રવિવારે સવારે 11.30 વાગ્યે એબીપી અસ્મિતા પર રિપિટ ટેલિકાસ્ટ જોઈ શકાશે.

આઝાદી બાદના ભારતના ઈતિહાસને દસ્તાવેજી પૂરાવા સાથે એબીપી અસ્મિતા એક ખાસ શો દ્વારા રજૂ કરવા જઈ રહી છે. એબીપી અસ્મિતા પર ન્યૂઝ ટેલિવિઝનના ઈતિહાસનો સૌથી મોટો શો ‘પ્રધાનમંત્રી-2’ શરૂ થવા જઈ રહ્યો છે. આજના ભારતની કહાની દર્શાવતો શો ‘પ્રધાનમંત્રી સીઝન 2’ આજથી દર શનિવારે રાત્રે 10 વાગ્યે ટેલિકાસ્ટ થશે, આ સિવાય દર રવિવારે સવારે 11.30 વાગ્યે એબીપી અસ્મિતા પર રિપિટ ટેલિકાસ્ટ જોઈ શકાશે. અસ્મિતાની વિશેષ રજૂઆત પ્રધાનમંત્રી સિઝન-2માં આઝાદી બાદ કશ્મીર મુદ્દો કેમ ગૂંચવાયો હતો અને 370 કેવી રીતે લગાવાઈ તેના પરથી પડદો ઉંચકાશે. અખંડ ભારતના નિર્માણ માટે સરદારના કેવા પ્રયાસો હતા તેની પણ તાદ્રશ્ય રજૂઆત કરાશે.
Before You Go
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર





















