શોધખોળ કરો
Advertisement
ગઢડાની ઘેલા નદીમાં પ્રમુખ સ્વામીના અસ્થિનું કરાયું વિસર્જન, જાણો વિગત
મહંત સ્વામીએ અસ્થિ વિસર્જન પહેલા પ્રમુખ સ્વામીને યાદ કર્યા હતા. જે બાદ તેમણે ઘેલા નદીના પાણીથી સ્નાન કર્યુ હતું.
બોટાદ : ગઢડાની ઘેલા નદીમાં બીએપીએસ સંસ્થાના પ્રમુખ સ્વામીના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યા હતું. મહંત સ્વામીના હસ્તે અસ્થિ વિસર્જિત કરાયા હતા. મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો હાજર રહ્યા હતા.
મહંત સ્વામીએ અસ્થિ વિસર્જન પહેલા પ્રમુખ સ્વામીને યાદ કર્યા હતા. જે બાદ તેમણે ઘેલા નદીના પાણીથી સ્નાન કર્યુ હતું. આ દ્રશ્ય જોઈ હાજર સંતો અને હરિભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. ભગવાન સ્વામીનારાયણે પણ ઘેલા નદીમાં સ્નાન કર્યુ હતું. આ પહેલા દેશ-વિદેશની અનેક જાણીતી નદીઓ, સરોવરમાં પ્રમુખ સ્વામીના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
PM મોદી ખાસ દિલ્હીથી આવ્યા હતા શ્રદ્ધાંજલિ આપવા
13મી ઑગસ્ટ, 2016ના રોજ 95 વર્ષની વયે અક્ષર નિવાસી થયેલાં પ્રમુખ સ્વામી મહારાજના અગ્નિ સંસ્કાર તમામ શાસ્ત્રોક્ત વિધિ સાથે કરાયા હતા. 17મી ઑગસ્ટ, 2016ના રોજ બાપાનો દેહ પંચમહાલભૂતમાં વિલિન થયો હતો. તેમના અનુગામી મહંત સ્વામીએ બાપાને મુખાગ્નિ આપતા જ હાજર હરિભક્તો ચોધાર આસુએ રડી પડ્યા હતા. પ્રમુખ સ્વામીનું ઓગસ્ટ, 2016માં અવસાન થયું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને શ્રદ્ધાંજલિ આપવા દિલ્હીથી ગુજરાત આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion