શોધખોળ કરો

Prantij Murder Case: પ્રાંતિજ હત્યા કેસમાં વધુ 9 આરોપી ઝડપાયા, મુખ્ય આરોપી મુનાફ કુરેશી હજુ પોલીસ પકડથી બહાર

સાબરકાંઠા જિલ્લામાં ચાર દિવસ પહેલા જૂથ અથડામણની ઘટના ઘટી હતી. જિલ્લાના પ્રાંતિજ શહેરમાં મોડી રાત્રે મુસ્લિમોના એક જૂથે મોડી રાત્રે હિન્દુઓ પર ઘાતકી હથિયારી હુમલો કરી દીધો હતો

Prantij Murder Case: ચાર દિવસ પહેલા સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે મોડી રાત્રે એક જૂથ અથડામણની ઘટના ઘટી હતી, આ ઘટનામાં મુસ્લિમોના ટોળાએ હથિયારો સાથે હિન્દુઓના ઘર પર હુમલો કરી દીધો હતો, આમાં એક હિન્દુ યુવકનું મોત નીપજ્યુ હતુ. આ પછી હિન્દુ સંગઠનો અને સામાજિક સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, આ મામલે કુલ 17 લોકો અને 30થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે ત્રણ દિવસમાં કાર્યવાહી કરતાં 17માથી કુલ 13 આરોપીઓની ઝડપી પાડ્યા છે, જોકે, હજુ ચાર ઓરોપી ફરાર છે. 

સાબરકાંઠા જિલ્લામાં ચાર દિવસ પહેલા જૂથ અથડામણની ઘટના ઘટી હતી. જિલ્લાના પ્રાંતિજ શહેરમાં મોડી રાત્રે મુસ્લિમોના એક જૂથે મોડી રાત્રે હિન્દુઓ પર ઘાતકી હથિયારી હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં રાજેશ રાઠોડ પર મુસ્લિમ ટોળાએ પાઇપ અને લાકડીઓથી હુમલો કરતાં તેમનું મોત નીપજ્યુ હતુ. આ ઘટના બાદ મોડી રાત સુધી બન્ને જૂથો વચ્ચે સામ સામે પથ્થમારાની ઘટના પણ સર્જાઇ હતી. રાજેશ રાઠોડના મોત મામલે કુલ 17 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી અને અન્ય 30ના ટોળા સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર હત્યા અને અથડામણ ઘટના મામલે પોલીસે ગઇકાલે વધુ 9 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, આ પહેલા પોલીસ ચાર આરોપીઓને ઝડપી લીધા હતા, આમ કુલ 13 આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. તો વળી, હત્યાની ઘટનાનો મુખ્ય આરોપી મુનાફ કુરેશી અને અન્ય સહિત કુલ ચાર આરોપીઓ હજુ પણ ફરાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. હિંમતનગર ડીવાયએસપી દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓને પકડવા માટેની શોધખોળ શરૂ કરાઇ છે. 

જાણો શું છે સમગ્ર મામલો

પ્રાંતિજના ખોડિયાર કૂવા મોટામાઢ વિસ્તારમાં બુધવાર રાત્રિના દસ વાગ્યાની સમયે 17 શખસો સહિત 30 લોકોના ટોળાએ લાકડી, પાઈપ અને પથ્થરો સહિતના હથિયારો સાથે આવી મયુરભાઈ પાસે પૈસાની લેવડદેવડ બાબતે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. ઈકો ગાડીમાં તોડફોડ કરતા આસપાસના લોકોએ ઝઘડો કરવા ના પાડી હતી. ટોળાએ અપશબ્દો બોલીને રાજુ કાન્તીભાઈને ખેંચીને લઈ જઈ લોંકડની પાઈપ માથાના ભાગે મારીને ગડદાપાટુનો મારમાર્યો હતો. જેને લઇ રાજુભોઇને તાત્કાલિક સારવાર માટે પ્રાંતિજની સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર મળે તે પહેલા જ રાજુભાઈનું મોત નિપજ્યું હતું. મૃતકના પુત્ર બિપીને ઢોર મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાની પોલીસને જાણ કરતા જ ઘટના સ્થળે કાફલો દોડી આવ્યો હતો અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પ્રાંતિજપોલીસ સ્ટેશનમાં મૃતકના પુત્રએ 17સામે નામજોગ સહિત 30 લોકોના ટોળા સામે હત્યા સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget