શોધખોળ કરો

Statue of Unity: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જાણો કોને ફ્રીમાં એન્ટ્રી આપવા કરવામાં આવી રજૂઆત

ગાંધીનગર: કેવડિયા ખાતે બનાવવામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે. તો હવે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે એન્ટ્રી ફ્રીને લઈને રજુઆત કરી છે.

ગાંધીનગર: કેવડિયા ખાતે બનાવવામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે. તો હવે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિદ્યાર્થી પ્રવાસ માટે નિશુલ્ક એન્ટ્રી આપવા રજૂઆત કરી છે. સરદાર પટેલના નિર્વાણ દિવસના 15 દિવસ ગુજરાતના વિદ્યાર્થીઓને નિશુલ્ક પ્રવેશ આપવા રજૂઆત કરી છે. તમને જણાવી દઈએ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવેશ માટે 280 રૂપિયા ફી રાખવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓ માટે કોઈ કન્સેસન આપવામાં આવ્યું નથી. વિદ્યાર્થીઓના પ્રવાસના આયોજનને લઈ ખાસ ડિસ્કાઉન્ટ આપવા પ્રવાસનમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

મહીસાગરના બાલાસિનોરમાં એક હોટલમાં 45 લોકોએ કર્યું ધર્મ પરિવર્તન

મહીસાગર જિલ્લામાં ધર્મ પરિવર્તનની ઘટના સામે આવી છે. મહીસાગરના બાલાસિનોરમાં આવેલ એક હોટલમાં 45 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું હતું. મહીસાગર, પંચમહાલ અને ખેડા ત્રણ જિલ્લાના કુલ 45 લોકોએ હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. ધર્મ પરિવર્તન કરનારાના લોકોનો દાવો છે કે ધર્મ પરિવર્તન માટે એક મહિના અગાઉ જિલ્લા કલેકટર પાસે પરમિશન માંગવામાં આવી હતી. કોઈપણ પ્રકારના લોભ લાલચમાં ના આવી અને સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કર્યું હોવાનું લોકોનું કહેવું છે.

બોરસદમાં BJPના કાર્યકર પર કરાયો જીવલેણ હુમલો

ચૂંટણીની અદાવતમાં આણંદના બોરસદમાં ભાજપના કાર્યકર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. મોડી રાતે લાકડી લઇ 5 હુમલાખોરો ભાજપનું કામ કેમ કર્યું તેમ કહી ચંદ્રેશ પટેલ નામના ભાજપના કાર્યકર પર તૂટી પડ્યાં હતા. પપ્પુ રબારી નામના શખ્સ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને હાથ તથા પગમાં 10થી વધુ ફ્રેક્ચર થયા છે. હાલ હોસ્પિટલમાં યુવકની સારવાર ચાલી રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકશન મોડમાં

ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના ધારાસભ્યોએ ગઈકાલથી ચાર્જ સંભાળી લીધો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ એકશન મોડમાં આવ્યા છે. તેમણે મંત્રીમંડળના સભ્યોને 100 દિવસનો રોડ મેડ બનાવવા અને વિભાગની કામગીરીમાં સંકલ્પ પત્રની જોગવાઈઓને પ્રાધાન્ય આપવા સૂચના આપી છે. મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલનો પહેલો સ્ટેજ કાર્યક્રમ પાટીદારોની મહત્વની સંસ્થા સરદાર ધામમાં યોજાયો હતો. વૈષ્ણોદેવી અંડર પાસ લોકાર્પણ કાર્યક્રમ બાદ સીએમ સરદારધામ પહોંચ્યા હતા. જેમાં તેમણે કહ્યું ધાર્યા કરતા પરિણામ સારું આવ્યું એટલે વધારે જોશ આવે, હવે જવાબદારી પણ ડબલ છે. લોકોએ વિશ્વાસ કાયમ રાખ્યો છે એ હજુ કાયમ રહે તે કામ કરવાનું છે, જો એસપી રીંગ રોડ ન બન્યા હોત તો શું થાત ? હવે એસપી રીંગ રોડ પર પણ બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. અમિત ભાઈ મોટી જવાબદારી હોવા છતાં એમના મત વિસ્તારની ચિંતા કરી રહ્યા છે. મારો પહેલો કાર્યક્રમ સરદારધામ અને વલ્લભભાઈના ચરણોમાં થઈ રહ્યો છે એનો પણ મને આનંદ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યાMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Embed widget