અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ખાનગી બસ પલટી, 2 લોકોના મોત
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડીયાદ નજીક અકસ્માતની ઘટના બની છે. ખાનગી લકઝરી બસ પલ્ટી મારી ગઈ હતી. અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલી લક્ઝરી બસે પલટી મારી હતી.
ખેડા: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડીયાદ નજીક અકસ્માતની ઘટના બની છે. ખાનગી લકઝરી બસ પલ્ટી મારી ગઈ હતી. અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલી લક્ઝરી બસે પલટી મારી હતી. નડિયાદ નજીક આ અકસ્માતની ઘટના બની છે. આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત થયા છે. જ્યારે અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
હાલ ઇજાગ્રસ્તોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અક્સ્માતની જાણ થતા જ ચાર એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. એક્સપ્રેસ હાઇવે પર પેટ્રોલિંગ જી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બસમાં સવાર પેસેન્જરને બહાર કાઢવા માટે એક્ષપ્રેસ હાઇવેની ટીમ કામે લાગી હતી.
સુરત સિવિલમાં પુત્રની સારવારમાં આવેલી મહિલાના માથામાં ચાલુ સીલીંગ ફેન તૂટી પડ્યો
સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. સુરત હોસ્પિટલમાં પુત્રની સારવાર કરાવવા માટે આવેલી મહિલાના માથા પર ચાલુ સીલીંગ ફેન તૂટી પડતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ ઘટના બાદ સુરત નવી હોસ્પિટલના તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સુરત હોસ્પિટલના તમામ વોડમાં રહેલા લાઈટ અને પંખાની ચકાસણી કરી યોગ્ય કાર્યવાહી કરવા માટેના આદેશ પીઆઇયુ વિભાગને આપવામાં આવ્યા હતા.
સુરત નવી સિવિલ હોસ્પિટલ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ગરીબ વર્ગના લોકો માટે આમ તો આર્શિવાદ સમાન ગણાય છે. ગરીબથી લઈને મધ્યમ વર્ગના લોકો અહીં યોગ્ય સારવાર અને સુવિધાની આશાએ આવે છે. પરંતુ અહીં આવતા દર્દીઓને ક્યાં ખબર છે કે અહીં સારવાર તો મળી રહે છે પરંતુ સુવિધા મળી રહી નથી. આવું જ કંઈક બન્યું છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જ્યાં ચાલુ સીલીંગ ફેન મહિલાના માથા પર પડતા મહિલા ઇજાગ્રસ્ત થઈ છે. મળતી માહિતી અનુસાર, વર્ષાબેન નામની મહિલા છેલ્લા ત્રણ મહિનાથી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પોતાના પુત્રની ટીબીની સારવાર કરાવી રહ્યા છે.
આ દરમિયાન ગતરોજ બપોરના સમય દરમિયાન પુત્રને જમાડી તેઓ બાજુના બેડ પર સુવાની તૈયારી કરી રહ્યા હતા. આ સમય દરમિયાન અચાનક ચાલુ સીલીંગ ફેન તૂટીને તેમના માથા પર પડ્યો હતો. ચાલુ સીલીંગ ફેન એકાએક તૂટી પડતા હોસ્પિટલના વોર્ડમાં ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત વર્ષાબેનને જોઈ ત્યાં હાજર તબીબો અને નર્સિંગ સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યા હતા અને વર્ષાબેનને સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાં વર્ષાબેનને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર આપવામાં આવી હતી.