પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
જોકે તાત્કાલિક પી ટી જાડેજા પાણીમાં બેસી જતા અનેક ચર્ચાઓ થઈ રહી છે. પીટી જાડેજા એ કહ્યું સંકલન સમિતિ ને હું ખુલ્લી પાડીશ.
kshatriya Sankalan Samiti: ગુજરાતમાં મતદાન બાદ હવે ક્ષત્રિય સંકલન સમિતિમાં બધુ સમુસુતરૂં હોય તેવું લાગતું નથી. ક્ષત્રિય સંકલ સમિતિના સભ્ય પી.ટી. જાડેજાના હવે સુર બદલાયા છે. તેમણે અચાનક સંકલન સમિતિમાંથી રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે, પી.ટી જાડેજા રાજકોટ સહિતના સંમેલનમાં વારંવાર રૂપાલા અને ભાજપ સામે હુંકાર કરી ચૂક્યા છે. જાહેર મંચ અને મીડિયા સમક્ષ અનેક વખત પીટી જાડેજા આગવા અંદાજમાં અસ્મિતા લડત વિશે બોલ્યા હતાં.
જોકે તાત્કાલિક પી ટી જાડેજા પાણીમાં બેસી જતા અનેક ચર્ચાઓ થઈ રહી છે. પીટી જાડેજા એ કહ્યું સંકલન સમિતિ ને હું ખુલ્લી પાડીશ. પી.ટી. જાડેજા સંકલન સમિતિને ધમકી આપી છે. તેમણે કહ્યું કે, ટુંક સમયમાં હું મોટો પર્દાફાશ કરીશ. હું 11 વર્ષથી કહેતો આવું છું સંકલન સમિતિએ શુ કર્યું.
ક્ષત્રીય સમાજના અલગ અલગ ગ્રૂપ અને સોશિયલ મીડિયામાં એક ઓડિયી વાઇરલ થઈ રહ્યો છે. પીટી જાડેજા એ ઓડિયોમાં સંકલન સમિતિને ગદ્દાર ગણાવી છે. મહિલા સહિત પાંચના ધંધાના પુરાવા હોવાનો દાવો કર્યો છે. અલગ અલગ છ ઓડિયો મેસેજ કરીને સંકલન સમિતિના હોદ્દેદારોને પી.ટી જાડેજા દ્વારા ધમકાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. પીટી જાડેજાનો અહમ નહીં સંતોષાતા ઓડિયો મેસેજથી પ્રેસર ટેકનિક અપનાવ્યાની પણ ચર્ચાઓ થઈ રહી છે.
જોકે રાજીનામાની વચ્ચે પી.ટી. જાડેજાએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, રાજીનામુ આપવાનું કહ્યું હતું પણ મેં રાજીનામુ આપ્યું નથી અને આપવાનો પણ નથી. સોશ્યલ મીડિયામાં હજારો યુવાનો મારા સમર્થનમાં આવ્યા છે. સંકલન સમિતિ મારા સંમર્થનમાં ન આવતા મારી નારાજગી વ્યક્ત કરી હતી. સંકલન સમિતિ કાયમ રહેશે, 14 જણાની કમિટીમાંથી કોણ ફૂટ્યો તે જાણવા જેવું છે. સાયબર ક્રાઇમમાં હું આ અંગે ફરિયાદ કરીશ. ગદ્દાર કોણ છે ? એક જ છે તેને અમે ખુલ્લો પાડીશું. આજે અથવા કાલે સંકલન સાથે ચર્ચા કરીશ.
કરણી સેનાના અધ્યક્ષ ભૂપતસિંહ જાડેજા મેદાને
પી.ટી.જાડેજાની વાયરલ થયેલી ઓડિયો ક્લીપ બાદ રાજકોટ કરણી સેનાના અધ્યક્ષ ભૂપતસિંહ જાડેજા મેદાને આવ્યા છે. જેને પી.ટી.જાડેજાએ વાયરલ કરેલી ઓડિયો ક્લિપને અયોગ્ય ગણાવી સાથે જ આંદોલનના મંડાણ પદ્મિનીબા વાળા, પી.ટી. જાડેજા અને પોતે મળી શરૂ કર્યાનો દાવો કર્યો છે. ત્યારબાદ ક્ષત્રિય સંકલન સમિતિએ સ્ટેજ લઈ લીધુ અને આંદોલન સંભાળ્યું હતું. આ સાથે જ સ્પષ્ટ ચીમકી પણ આપી કે સમાજ માંડ એક થયો છે ત્યારે તોડવાના પ્રયાસ કરાશે તો સમગ્ર આંદોલનની બાગડોર કરણી સેના સંભાળી લેશે. તો પી.ટી. જાડેજા સહિત કોઈ પણ નેતાને આંદોલનના બહાને મોટા ન બનવા અપીલ કરી છે.