શોધખોળ કરો

Gujarat Rain: બપોર સુધી મેઘરાજાની તોફાની બેટિંગ, 242 તાલુકાઓમાં ધોધમાર વરસ્યો, રાધનપુર જળબંબાકાર

Gujarat Rain: ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં સવારથી જ કાળાડીબાંગ વાદળોની ઘેરાબંધી સાથે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં હવામાન પલટાયું, ૨૪૨ તાલુકાઓમાં વ્યાપક વરસાદ.
  • પાટણના રાધનપુરમાં ૮.૯ ઇંચ વરસાદ, જળબંબાકાર જેવી સ્થિતિ.
  • ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો.
  • ખેડૂતોને પાક માટે રાહત, તંત્ર એલર્ટ પર છે.

Gujarat Rain: રાજ્યમાં આજે સવારથી હવામાનમાં અચાનક પલટો આવતાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે, જેના કારણે 242 તાલુકાઓમાં વ્યાપક વરસાદ નોંધાયો છે. પાટણના રાધનપુરમાં આકાશી આફત સ્વરૂપે સૌથી વધુ 8.9 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો છે અને સ્થાનિક જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે.

ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં સવારથી જ કાળાડીબાંગ વાદળોની ઘેરાબંધી સાથે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં મેઘરાજાએ સૌથી રોદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. ભાભરમાં 6.77 ઈંચ, દિયોદરમાં 6.73 ઈંચ અને સાંતલપુરમાં 6.5 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ખેડા જિલ્લાના મહેમદાવાદમાં 5.2 ઈંચ, હડાદમાં 4.41 ઈંચ, ધનસુરામાં 4.13 ઈંચ, ઓગડમાં 4.06 ઈંચ અને ગાંધીનગરના દહેગામમાં 3.98 ઈંચ વરસાદ વરસ્યો હતો. મહીસાગરના વીરપુરમાં 3.9 ઈંચ, અમરેલીના લીલીયામાં 3.66 ઈંચ, લુણાવાડામાં 3.43 ઈંચ તેમજ સુઈગામ અને ખેરાલુમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. મોરબી, શહેરા, ભિલોડા, અમરેલી, હારીજ, કડાણા, બાલાસિનોર અને મોડાસામાં પણ 2.5 થી 3 ઈંચ સુધીનો નોંધપાત્ર વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને માર્ગ વાહનવ્યવહાર પર તેની માઠ અસર પડી હતી.

Gujarat Rain: રાજ્યમાં સિઝનનો કુલ 45.84% વરસાદ વરસ્યો, દ.ગુજરાતમાં જળબંબાકાર, 5500થી વધુ લોકોનું રેસ્ક્યૂ

રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદથી નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાતાં તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ વરસાદથી ખેડૂતોના પાકને નવું જીવન મળતાં રાહત અનુભવાઈ છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં ભારે પાણી ભરાવાના કારણે વહીવટી તંત્રે બચાવ કામગીરી હાથ ધરી છે. આવનારા કલાકોમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેવાની સંભાવના હોવાથી તંત્ર એલર્ટ મોડ પર છે.

અમદાવાદ, ગાંધીનગર, પાટણ અને હિંમતનગરમાં જળબંબાકાર

  • અમદાવાદ: શહેરમાં અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એરપોટ સર્કલ પાસે પાણી ભરાતાં એક તરફનો રસ્તો બંધ કરવો પડ્યો હતો અને નિકાલ માટે AMC એ ગટરના ઢાંકણા ખોલવા પડ્યા હતા.
  • ગાંધીનગર: નવા સમાવિષ્ટ રાયસણ વિસ્તારમાં નિર્માણાધીન આઇકોનિક રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર અટકી ગયો છે અને સ્થાનિકોની હાલત કફોડી બની છે.
  • પાટણ (રાધનપુર): રાધનપુરમાં સવારથી જ 9 ઇંચ વરસાદ ખાબકતાં મુખ્ય બજારોમાં 2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. દુકાનોમાં પાણી ઘૂસતાં વેપાર-રોજગાર ઠપ્પ થઈ ગયો છે. GRD અને પોલીસ તંત્ર રસ્તા પર આવી લોકોને મદદ કરી રહ્યું છે.
  • હિંમતનગર: હિંમતનગરમાં માત્ર 1.75 ઇંચ વરસાદમાં જ નગરપાલિકાના પ્રી-મોન્સૂન દાવાઓની પોલ ખુલી ગઈ છે. સહકારીજિનથી ધનસુરાને જોડતા સ્ટેટ હાઇવે પર પાણી ભરાઈ જતાં બંને લેન પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને અનેક વાહનો રસ્તા વચ્ચે બંધ પડી ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget