નગરપાલિકા તંત્ર દ્વારા હાલમાં પમ્પિંગ મશીનો મૂકીને ભરાયેલા પાણીનો ઝડપી નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભવિષ્યમાં ડ્રેનેજ સિસ્ટમ સુધારાશે.
Rain: ઉત્તર ગુજરાતમાં આભ ફાટ્યું, ભાભરમાં 11 ઈંચ અને દિયોદરમાં 9.5 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ
Banaskantha Rain; વાવ-થરાદ અને આસપાસના વિસ્તારોમાં અચાનક હવામાનમાં પલટો આવ્યા બાદ ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો

- સ્થાનિક અધિકારીઓએ પાણી નિકાલ અને વળતરની ખાતરી આપી.
Banaskantha Rain; બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, ભાભર અને દિયોદર પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે જળબંબાકારની ભારે પરિસ્થિતિ સર્જાઈ છે. ભાભરમાં 11 ઈંચ અને દિયોદરમાં 9.5 ઈંચ જેટલો સાંબેલાધાર વરસાદ પડતાં સમગ્ર વિસ્તાર જળમગ્ન બની ગયો છે. આ ધોધમાર વરસાદને લીધે બજારોમાં પાણી ઘૂસી જતાં કાપડ અને મસાલા સહિતની દુકાનોના વેપારીઓને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
વાવ-થરાદ અને આસપાસના વિસ્તારોમાં અચાનક હવામાનમાં પલટો આવ્યા બાદ ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જોતજોતામાં ભાભરમાં 11 ઈંચ અને દિયોદરમાં 9.5 ઈંચ વરસાદ ખાબકતાં મુખ્ય રસ્તાઓ પર નદીઓની જેમ પાણી વહેવા લાગ્યા હતા. વેપારી મથક ભાભરમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. કાપડ, મસાલા અને કરિયાણાની નીચાણવાળા વિસ્તારમાં આવેલી અસંખ્ય દુકાનોમાં ભરાયેલા પાણીના કારણે માલસામાન પલળીને બગાડી ગયો હતો, જેનાથી વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી નગરપાલિકાના પ્રમુખ તેમજ સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી નિરીક્ષણ શરૂ કર્યું હતું. રસ્તાઓ પર ઉંડા પાણી ભરાયેલા હોવાથી ટ્રેક્ટર પર સવાર થઈને અસરગ્રસ્ત દુકાનદારોની મુલાકાત લીધી હતી અને જ્યાં જુઓ ત્યાં માત્ર પાણીના ઘોડાપૂર જ વહેતા નજરે પડતા હતા.
Purna River: પૂર્ણા નદી બે કાંઠે થતાં નવસારી જિલ્લામાં દોઢ લાખ લોકો પ્રભાવિત, NDRF અને SDRF મેદાને
આ કુદરતી આફતથી પાયમાલ થયેલા વેપારીઓએ વહીવટી તંત્ર પાસે થયેલા આર્થિક નુકસાન અંગે ત્વરિત સર્વે હાથ ધરી યોગ્ય વળતર આપવાની માંગ કરી છે. નગરપાલિકા તંત્ર દ્વારા હાલમાં પમ્પિંગ મશીનો મૂકીને ભરાયેલા પાણીનો ઝડપી નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે પરિસ્થિતિને ટૂંક સમયમાં થાળે પાડવામાં આવશે અને ભવિષ્યમાં આવા જળભરાવ અટકાવવા માટે ડ્રેનેજ સિસ્ટમમાં જરૂરી સુધારા કરવામાં આવશે.
રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં રાજ્યના તમામ 255 તાલુકાઓમાં મુશળધાર વરસાદ નોંધાયો છે. સક્રિય વરસાદી સિસ્ટમને કારણે ખેડા, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આકાશી આફતે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ ખેડાના મહેમદાબાદમાં 19.96 ઈંચ અને અમદાવાદના ધોળકામાં 18.62 ઈંચ નોંધાયો છે. નવસારીના ચીખલીમાં 17.76 ઈંચ, ખેરગામ અને વલસાડના ઉમરગામમાં 17.09 ઈંચ તેમજ સુરતના ઉમરપાડામાં 17.05 ઈંચ વરસાદ ખાબક્યો છે. ખેડાના માતરમાં 16.22 ઈંચ, અમદાવાદના વિરમગામમાં 14.61 ઈંચ, વાંસદામાં 14.57 ઈંચ, વઘઇમાં 14.45 ઈંચ અને ગણદેવીમાં 13.07 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં 11.65 ઈંચ, બાવળા, દસક્રોઈ, નડીયાદ, સોજીત્રા, નેત્રંગ, પેટલાદ સહિતના તાલુકાઓમાં 10 થી 13 ઈંચ વચ્ચે સાર્વત્રિક ભારે વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લામાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે, જ્યાં છેલ્લા 60 કલાકમાં 55 ઈંચ જેટલો રેકોર્ડબ્રેક વરસાદ ખાબક્યો છે.
Frequently Asked Questions
વહીવટી તંત્ર દ્વારા હાલમાં કયા પગલાં લેવામાં આવ્યા છે?





















