શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Rain :રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, કચ્છમાં 100 ટકા તો રાજ્યમાં વરસી ચૂક્યો છે 39 ટકા વરસાદ

અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 39 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં 100 ટકા, સૌરાષ્ટ્રમાં 55.53 ટકા, તો ઉત્તર ગુજરાતમાં 37.03 ટકા, તો દક્ષિણ ગુજરાતમાં 29.52 ટકા વરસાદ વરસ્યો છે.

Rain :અત્યાર સુધીમાં રાજ્યમાં  સિઝનનો 39 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં 100 ટકા, સૌરાષ્ટ્રમાં 55.53 ટકા, તો ઉત્તર ગુજરાતમાં 37.03 ટકા, તો દક્ષિણ ગુજરાતમાં 29.52 ટકા વરસાદ વરસ્યો છે.રાજ્ય પાંચ જિલ્લામાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો સૌથી વધુ વરસાદ.. કચ્છમાં 100 ટકા.. તો જૂનાગઢ જિલ્લામાં 75.28 ટકા, ગીર સોમનાથમાં 58.61 ટકા, નવસારીમાં 36.34 ટકા, તો વલસાડ જિલ્લામાં સરેરાશ 36 ટકા વરસાદ વરસ્યો છે.ગુજરાતમાં ચોમાસાની દસ્તક દેતાની સાથે મેઘરાજાએ ધૂવાધાર બેટિંગ કરી છે. ગીર સોમનાથ, જામનગર અને કચ્છ જિલ્લામાં સોથી વધુ વરસાદ વરસ્યો છે. કચ્છમાં તો સિઝનના 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

સારા વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં પાણીનો ભારે આવક થઇ રહી છે. 29 ડેમ હાઈએલર્ટ પર છે. 11 જળાશય એલર્ટ તો 15 ડેમો વોર્નિંગ પર છે. રાજ્યના કુલ 207 જળાશયોમાં કુલ 46.30 ટકા પાણીનો જથ્થો છે.ભારે વરસાદની સાથે રાજ્યના જળાશયો ઓવરફ્લો થઇ રહ્યા છે. રાજ્યના 207 પૈકી 21 જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે.  સૌરાષ્ટ્રના 15, કચ્છના 5  અને દક્ષિણ ગુજરાતનો એક ડેમ ઓવરફ્લો થયો છે.

એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થતા રાજ્યમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા. પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, તો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી, વલસાડ તો સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, મોરબી, પોરબંદર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદનો અનુમાન છે. આગામી બે, ત્રણ દિવસ ભારે પવન અને દરિયો તોફાની રહેવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Gujarat Rain: અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  મોડાસા અને મેઘરજમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.  ઉમેદપુર, ઈસરોલ, જીવનપુર પંથકમાં વરસાદી માહોલ છે.  વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. 

બનાસકાંઠાની ધાનેરાની રેલ નદીમાં ફરી નવા નીર આવ્યા છે.  રાજોડા-રૂની-આલવાડા-રામપુરા  ગામ સુધી નીર પહોંચ્યા છે.  ભારે વરસાદના કારણે વ્હોળા અને ખેતરના પાણી નદીમાં વહેતા થયા છે.  ચાલુ વર્ષે રેલ નદીમાં બીજી વાર નવા નીર આવ્યા છે.  ધાનેરામાં પાણીની સમસ્યા અને ચાલુ વર્ષે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશી છે. 

વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયું છે.  હિંમતનગર પંથકમાં મોડી સાંજે વરસાદનું આગમન થયું છે. હિંમતનગર શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે. ગઢોડા,હડિયોલ,કાટવાડ,સાબરડેરી,નવી સિવિલ પંથકમાં વરસાદ વરસ્યો છે.  વરસાદને લઇ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે.  વાવેતર બાદ વરસાદ વરસતા પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.  

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
Embed widget