Gujarat Rain:ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના વલસાડમાં સૌથી વધુ વરસાદ પડયો છે. અહીં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
Gujarat Rain:રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના વલસાડમાં સૌથી વધુ વરસાદ પડયો છે. અહીં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગની આગાહીની વચ્ચે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 191 તાલુકામાં મેધમહેર જોવા મળી. જાણીએ છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો.
છેલ્લા 24 કલાકમાં 44 તાલુકામાં એકથી અઢી ઈંચ વરસાદ નોંધાયો
છેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવામાં , જામનગરના ધ્રોલમાં, અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. છે. વલસાડના ઉમરગામમાં સવા બે ઈંચ વરસાદ નોંધાય છે. ભરૂચના વાગરા, સવા ઇચ તો કામરેજમ બે ઈંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં આણંદ તાલુકામાં બે ઈંચ વરસાદ નોંધાયા છે.માળીયા હાટીનામાં બે ઈંચ, મેંદરડામાં બે ઈંચ, 24 કલાકમાં બોરસદમાં પોણા બે ઈંચ, વડોદરા તાલુકામાં પોણા બે ઈંચ, ટંકારામાં દોઢ ઈંચ, વિસાવદરમાં દોઢ ઈંચ વરસાદ, છેલ્લા 24 કલાકમાં ગોધરામાં દોઢ ઈંચ,જલાલપોરમાં દોઢ ઈંચ, રાજકોટ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે.
છેલ્લા 24 કલાકમાં પેટલાદમાં દોઢ ઈંચ વરસાદ, કોટડા સાંગાણીમાં દોઢ ઈંચ, ચોટીલામાં સવા ઈંચ,નડિયાદમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં પલસાણામાં સવા ઈંચ, બોટાદમાં સવા ઈંચ,ગોંડલમાં સવા ઈંચ, વાંકાનેરમાં સવા ઈંચ, બારડોલીમાં સવા ઇંચ વરસાદ વરસ્યો તો , આમોદ, કપરડા, કુતિયાણા,બાબરા લોધિકા એક ઇંચ વરસાદ નોંધાયો છે.માંગરોળ, કેશોદ, માંડવીમાં એક એક ઈંચ વરસાદ નોંધાયો છે ઉપરાંત નવસારી, વિરમગામ, વઢવાણ, ગઢડા, ગણદેવી, ડેસર, લીલીયામાં એક એક ઈંચ વરસાદ નોંધાયો છે. બગસરા, પારડી, વલ્લભીપુરમાં એક એક ઈંચ વરસાદ નોંધાયો છે. સાયલા, વાપી, પાદરામાં આંકલાવ, તાલાલા, માંગરોળમાં પોણો પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.
કરજણ, સિંગવડ, અમરેલી, ધોળકા, સુરત શહેર, લીમખેડા,દ્વારકા, ઓલપાડ, ચોર્યાસીમાં અડધો ઈંચ,ચુડા, બેચરાજી, દિયોદર, હાંસોટ, પડધરી, વિંછિયા, દાહોદમાં અડધો ઈંચ વરસાદ નોધાયો છે. માણસા, ઘોઘંબા, કુકાવાવમાં અડધો ઈંચ,સંતરામપુર, સાંતલપુર, નેત્રંગમાં અડધો ઈંચ, માંડલ, ઉપલેટા, રાણપુર, મુળીમાં અડધો ઈંચ, ડભોઈ, ઉમરેઠ, જોડીયા, ધરમપુરમાં અડધો ઈંચ, થરાદ, શહેરા, ખેરગામ, થાનગઢમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.