શોધખોળ કરો

Rain Forecast:રાજ્યના આ 13 જિલ્લામાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી

Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના 13 જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે.

Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોમાસાના વરસાદ માટે આજે રાહ જોવી પડશે. 15 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે એવું નિષ્ણાત અને હવામાન મોડલ કહી રહ્યાં છે. જો કે હાલ ગુજરાતમાં પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે, આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન છે.

રાજ્યમાં હાલ પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે તો રાજ્યના કેટલાક વિસ્તારમાં તાપમાનનો પારો 40ને પાર જતાં અકળાવી દેતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા,પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.ઉપરાંત  ખેડા,આણંદ, પંચમહાલ, દાહોદ,મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર,નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ,સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદનું અનુમાન છે.  રાજ્યના આ 13 જિલ્લામાં આજે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદનું  અનુમાન છે.

જો કે આગામી પાંચ દિવસ હજુ અમદાવાદમાં અસહ્ય ઉકળાટ અકળાવશે.

જો તમે પણ આ દિવસોમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ અથવા ઉત્તરાખંડ જેવા પહાડી વિસ્તારોમાં રજાઓ ગાળવાનું આયોજન કરી રહ્યા છો, તો સાવચેત રહો. હવામાન વિભાગ (IMD) એ આગામી થોડા દિવસો માટે ભારે વરસાદ, હિમવર્ષા અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે.

છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં સતત વરસાદ બાદ, પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. તેના કારણે તાપમાનમાં ભારે ઘટાડો થયો છે.રવિવારે શ્રીનગરમાં મહત્તમ તાપમાન માત્ર 19.5 ° સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 7.5 ડિગ્રી ઓછું છે. ગુલમર્ગમાં તાપમાન 7.6 ° સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતા 9.9 ડિગ્રી ઓછું હતું.                                                                                         

પ્રવાસીઓમાં લોકપ્રિય પહેલગામમાં મહત્તમ તાપમાન પણ 16.1 ° સેલ્સિયસ હતું, જે સરેરાશથી 6.9 ડિગ્રી ઓછું છે. ગરમ ગણાતા જમ્મુમાં પણ પારો 35.5 ° સેલ્સિયસ સુધી ઘટી ગયુ છે જે સામાન્યથી 3.5 ડિગ્રી ઓછું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Embed widget