શોધખોળ કરો

Gujarat Rain: આગામી ત્રણ કલાક કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં વરસશે વરસાદ, જાણો શું છે આગાહી ?

વરસાદને લઈ રાજ્યનાહવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાક મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: વરસાદને લઈ રાજ્યનાહવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાક મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાક સુધી કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, વડોદરા અને છોટાઉદેપુરમાં મધ્ય વરસાદની આગાહી કરાઈ છે. 

જ્યારે અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.  

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન છે.  આજે પણ દક્ષિણ ગુજરાતમાં આકાશી આફતનું એલર્ટ હવામાન વિભાગે (Meteorological Department) જાહેર કર્યું છે.  ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદનું (heavy rain)ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

ડાંગ અને નર્મદા જિલ્લામાં આજે ભારે વરસાદ વરસી શકે છે. કચ્છ-સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં આજે ભારે વરસાદ વરસી શકે છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદની શક્યતા છે.

મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આણંદ, વડોદરા, છોટા ઉદેપુરમાં  આજે ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં આજે અતિભારે વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  તો પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં આજે ભારે વરસાદ વરસી શકે છે.

રાજ્યના કેટલા ડેમ ઓવરફ્લો?

પાણીની ભરપૂર આવકથી રાજ્યના 207 પૈકી 111 છલોછલ છે.  કચ્છ સૌરાષ્ટ્રના 95 જળાશયો સંપૂર્ણ ભરાયા છે.  તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતના  છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ  છલોછલ ભરાઇ ચૂક્યો છે. સારા વરસાદ અને ઉપરવાસથી થયેલી પાણીની આવકથી રાજ્યના 157 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર.. 90 ટકાથી વધુ ભરાયેલા 134 જળાશયો હાઈએલર્ટ પર છે.  80થી 90 ટકા ભરાયેલા 14 ડેમ એલર્ટ, તો 70થી 80 ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ પર છે.                                                    

ગુજરાતમાં સિઝનનો  કેટલો વરસાદ વરસ્યો?

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં  116.22 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં અત્યાર સુધીમાં 179.34 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 125.50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 117.42 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.તો મધ્ય ગુજરાતમાં 113.56 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 94 ટકા વરસાદ વરસ્યો છે.

Gujarat Rain Forecast: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય, આજે 6 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચોમાસું ભયાનક મોડમાં! શુક્ર-શનિ બે દિવસ મેઘરાજા કરશે ધુઆંધાર બેટિંગ
ગુજરાતમાં ચોમાસું ભયાનક મોડમાં! શુક્ર-શનિ બે દિવસ મેઘરાજા કરશે ધુઆંધાર બેટિંગ
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Embed widget