શોધખોળ કરો

Gujarat Rain Forecast: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય, આજે 6 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતાં આજે પણ ગુજરાતના 6 જિલ્લામાં અતિભારે તો 17 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

Gujarat Rain Forecast: રાજ્યભરમાં આજે પણ  વરસાદી માહોલ યથાવત રહેશે. છ જિલ્લામાં અતિભારે વરસાદનું  (heavy rain)હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. તો 17 જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ (rain) શકે છે.

આજે પણ દક્ષિણ ગુજરાતમાં આકાશી આફતનું એલર્ટ હવામાન વિભાગે (Meteorological Department) જાહેર કર્યું છે.. ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદનું (heavy rain)ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  તો ડાંગ અને નર્મદા જિલ્લામાં આજે ભારે વરસાદ વરસી શકે છે. કચ્છ-સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં આજે ભારે વરસાદ વરસી શકે છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદની શક્યતા છે.

મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આણંદ, વડોદરા, છોટા ઉદેપુરમાં  આજે ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં આજે અતિભારે વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  તો પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં આજે ભારે વરસાદ વરસી શકે છે.

સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.  .. તો દીવમાં પણ છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ આજે વરસી શકે છે.

રાજ્યના કેટલા ડેમ ઓવરફ્લો?

પાણીની ભરપૂર આવકથી રાજ્યના 207 પૈકી 111 છલોછલ છે.  કચ્છ સૌરાષ્ટ્રના 95 જળાશયો સંપૂર્ણ ભરાયા છે.  તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતના  છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ  છલોછલ ભરાઇ ચૂક્યો છે. સારા વરસાદ અને ઉપરવાસથી થયેલી પાણીની આવકથી રાજ્યના 157 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર.. 90 ટકાથી વધુ ભરાયેલા 134 જળાશયો હાઈએલર્ટ પર છે.  80થી 90 ટકા ભરાયેલા 14 ડેમ એલર્ટ, તો 70થી 80 ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ પર છે.

ગુજરાતમાં સિઝનનો  કેટલો વરસાદ વરસ્યો?

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં  116.22 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં અત્યાર સુધીમાં 179.34 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 125.50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 117.42 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.તો મધ્ય ગુજરાતમાં 113.56 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 94 ટકા વરસાદ વરસ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
ગાય ગોહરીનો મેળો: દાહોદની પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
Embed widget