શોધખોળ કરો

Rain: એકસાથે બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના 10 જિલ્લામાં આજે પણ થશે માવઠું, વાંચો આગાહી

Unseasonal Rain News: ગુજરાતવાસીઓ છેલ્લા ત્રણ-ચાર દિવસથી માવઠાના સંકટ સામે ઝઝૂમી રહ્યાં છે, રાજ્યમાં ગઇકાલે 53થી વધુ તાલુકાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો

Unseasonal Rain News: ગુજરાતમાં માવઠાએ કહેર વર્તાવ્યો છે, ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન પહોંચ્યુ છે. છેલ્લા ચાર દિવસથી રાજ્યના વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે અને તેના કારણે કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવે વધુ એક મોટુ અપેડટ સામે આવ્યુ છે જે અંતર્ગત આજે પણ 10 જિલ્લાઓમાં માવઠું થશે અને સાથે સાથે 60 થી 70 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઇ શકે છે. 

ગુજરાતવાસીઓ છેલ્લા ત્રણ-ચાર દિવસથી માવઠાના સંકટ સામે ઝઝૂમી રહ્યાં છે, રાજ્યમાં ગઇકાલે 53થી વધુ તાલુકાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે સામાન્ય લોકોની સાથે સાથે ખેડૂતોની ચિંતા વધી હતી, ખેતી પાકને મોટુ નુકસાન પહોંચ્યુ છે. પરંતુ આ બધાની વચ્ચે હવે હવામાન વિભાગે વધુ એક ડરાવનારી આગાહી કરી છે, હવામાન વિભાગ અનુસાર, આજે પણ ગુજરાતમાં માવઠાનું સંકટ યથાવત છે, એકસાથે બે સિસ્ટમ સક્રિય થતાં આજે રાજ્યના 10 જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબકશે. આજે 10 જિલ્લાઓમાં કમોસમી વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 23 જિલ્લામાં કમોસમી વરસાદનું યલો એલર્ટ અપાયુ છે, આ ઉપરાંત કહેવામાં આવ્યુ છે કે, આજે 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 

આ વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગે વડોદરા, ભરૂચ, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, સુરત વિસ્તારમાં અતિ ભારે વરસાદનું અનુમાન આપ્યું છે. જેને પગલે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઇ શકે છે. નવસારી, ડાંગ, કચ્છમાં મધ્યમ વરસાદનું અનુમાન છે.  ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  191 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ત્રણ અપર એયર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે છેલ્લા 48 કલાકથી રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.  ત્રણ દિવસમાં આકાશી આફતે 21થી વધુના લોકોનો  જીવ લીધો છે. 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 45 પશુના પણ મૃત્યુ થયા છે, હવામાન વિભાગે હજુ પણ 12 મે સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, તાપી, ભરૂચ, અમરેલીમાં મધ્યમથી વધુ વરસાદનું અનુમાન છે. દેવભૂમિ દ્વારકા અને ગીરસોમનાથ, જામનગર પોરબંદરમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે મધ્યમ વરસાદની આગાહી છે. સામાન્ય રીતે આખા ગુજરાતમાં 9 મે સુધી વરસાદનું અનુમાન છે. ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ અને ક્યાંક પૂરનીસ્થિતિ સર્જાઇ તેવા વરસાદની આગાહી કરી છે. 9 મે બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે અને 10 મે થી 12 મે સુધીમાં રાજ્યામાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. 13 મે બાદ ગુજરાતમાં વરસાદ બંધ થઇ જાય તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં 9 મે સુધી સવારમાં સૂર્ય દેખાશે તાપ નીકળશે પરંતુ સાંજના સમયે વાતાવરણમાં પલટો આવશે અને અચાનક વાદળો ઘેરાશે અને પવનની ગતિ પણ વધશે અને સાંજથી રાત અને સવાર સુધી  વરસાદ શરૂ થશે. આ સમયે મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાશે, વરસાદ દરમિયાન પવનની ગતિ 50થી 80 પ્રતિ કિમીની ઝડપે પવન ફૂંકાશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠામાં પવનની ગતિ ભારે રહે તેવી શક્યતા છે.

આ વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગે વડોદરા, ભરૂચ, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, સુરત વિસ્તારમાં અતિ ભારે વરસાદનું અનુમાન આપ્યું છે. જેને પગલે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઇ શકે છે. નવસારી, ડાંગ, કચ્છમાં મધ્યમ વરસાદનું અનુમાન છે.  ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  191 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget