ઘરની બહાર નીકળતા નહીં! આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે 31 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
Rain Alert: ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ અને કરા, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ અને કરા, અન્ય વિસ્તારોમાં હળવા ઝાપટાની શક્યતા.

Gujarat rain alert today: ગુજરાત રાજ્યમાં હાલ કમોસમી વરસાદ અને વાવાઝોડાનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી સમયમાં (સંભવતઃ આજ સાંજ કે રાત્રિ દરમિયાન) કેવું વાતાવરણ રહેશે તેની વિગતવાર આગાહી જારી કરવામાં આવી છે. આ આગાહીમાં વરસાદ, કરા, વીજળી અને પવનની ગતિના આધારે વિસ્તારોને વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
ભારે વરસાદ, કરા અને ૮૭ કિમી સુધીના પવનની શક્યતા:
હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાત રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ (૧૫ મીમી પ્રતિ કલાક સુધી) અને કરા પડવાની શક્યતા છે. આ વિસ્તારોમાં ભારે વાવાઝોડા અને વીજળી પડવાની સાથે પવનની મહત્તમ સપાટી પર ગતિ ૬૨ થી ૮૭ કિલોમીટર પ્રતિ કલાક સુધી (આછા પવનમાં) પહોંચી શકે છે.
હળવાથી મધ્યમ વરસાદ, કરા અને ૪૧ ૬૧ કિમી પવનની શક્યતા:
રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ (૫ થી ૧૫ મીમી પ્રતિ કલાક) અને કરા પડવાની શક્યતા છે. આ વિસ્તારોમાં મધ્યમ વાવાઝોડા અને વીજળી પડવાની સાથે પવનની મહત્તમ સપાટી પર ગતિ ૪૧ થી ૬૧ કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે.
હળવા વરસાદ અને ૪૦ કિમીથી ઓછા પવનની શક્યતા:
ગુજરાત રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે હળવો વરસાદ (૫ મીમી પ્રતિ કલાકથી ઓછો) થવાની સંભાવના છે. આ વિસ્તારોમાં પવનની મહત્તમ સપાટી પર ગતિ ૪૦ કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેશે.
આવતીકાલે (૬ મે) ક્યાં ક્યાં વરસાદની આગાહી?
આવતીકાલે પણ રાજ્યમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાનો માહોલ યથાવત રહેશે. કરા સાથે માવઠાની આગાહી ધરાવતા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.
- ઓરેન્જ એલર્ટ (વરસાદ અને કરા): કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ, ભરૂચ, નર્મદા, દાહોદ, મોરબી અને રાજકોટ. (નોંધ: આણંદ, ભરૂચ, નર્મદા જિલ્લાનો પણ આવતીકાલના ઓરેન્જ એલર્ટમાં સમાવેશ કરાયો છે).
- ભારે પવન ગાજવીજ સાથે વરસાદ: જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી.





















