Rain in Gujarat: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 57 તાલુકામાં વરસાદ, સૌથી વધુ અંકલેશ્વરમાં સવા બે ઈંચ વરસાદ
Rain in Gujarat: સૌથી વધુ ભરૂચના અંકલેશ્વરમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. તો સાવરકુંડલા અને ઉમરપાડામાં દોઢ ઈંચ વરસ્યા ખાબક્યો હતો

Rain in Gujarat: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 57 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ ભરૂચના અંકલેશ્વરમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. તો સાવરકુંડલા અને ઉમરપાડામાં દોઢ ઈંચ વરસ્યા ખાબક્યો હતો. તાલાલા અને ઝઘડિયામાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. દાહોદમાં એક ઈંચ, હાંસોટમાં એક ઈંચ, જૂનાગઢના માંગરોળમાં એક ઈંચ, જેસરમાં એક ઈંચ, મળિયા હાટિનામાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરત શહેર અને તળાજામાં પોણો ઈંચ વરસ્યો હતો.
તે સિવાય રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભરૂચના અંકલેશ્વરમાં સૌથી વધુ સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સાવરકુંડલામાં દોઢ ઈંચ, ઉમરપાડામાં દોઢ ઈંચ, તાલાલામાં સવા ઈંચ,ઝઘડિયામાં સવા ઈંચ, દાહોદમાં એક ઈંચ, હાંસોટમાં એક ઈંચ, જૂનાગઢના માંગરોળમાં એક ઈંચ, જેસરમાં એક ઈંચ, માળિયા હાટિનામાં એક ઈંચ, સુરત શહેરમાં પોણો ઈંચ, તળાજામાં પોણો ઈંચ, ભરૂચમાં પોણો ઈંચ, બારડોલીમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.
મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુર, મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો તો કડાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુરના ક્વાંટ, નર્મદાના નાંદોદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
તોફાની વરસાદની આગાહી
રાજ્યમાં આગામી ચાર દિવસ તોફાની વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે ગુજરાત નજીક અરબ સાગરમાં સર્જાયેલું લોપ્રેશર આગામી એક બે દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે. જેના પગલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 થી 25 તારીખ દરમિયાન વિવિધ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારે રાજ્યમાં 48 કરતા કરતા વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો અને અનેક જગ્યાએ નુકસાનીના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. હવામાન વિભાગે ગુરૂવારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે, મુંબઈ-ગોવા પર બનેલી સિસ્ટમ ચક્રવાતમાં બદલાશે. 22 મી મે સુધીમાં લો-પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાશે. વાવાઝોડું 24થી 28 મે વચ્ચે ગુજરાત પહોંચી જશે. મહારાષ્ટ્રના ભાગોમાં 15થી 20 ઈંચ વરસાદ ખાબકશે. ગુજરાતના ખેડૂતો પર માવઠાના માર બાદ હવે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અંબાલાલ પટેલનો દાવો છે કે ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જેમાં અનરાધાર વરસાદ તો થશે જ, સાથે જ 100 કિમી પ્રતિકલાકની ઝડપથી તોફાની પવન પણ ફૂંકાશે. દક્ષિણ ગુજરાતમાં ભયાનક પૂરની સ્થિતિ આવી શકે છે. ડાંગ, આહવા, વલસાડમાં 10થી 12 ઈંચ વરસાદ થશે. કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ભારે વરસાદ થશે.





















