શોધખોળ કરો

Rain : રાજયમાં આ તારીખથી ફરી વરસાદની અન્ટ્રી,તમામ પોર્ટ પર લગાવાયું ત્રણ નંબરનું સિગ્નલ

Gujarat Rain Forecast: ચોમાસાએ તો સંપૂર્ણ વિદાય લઇ લીધી પરંતુ હજું પણ વરસાદે સંપૂર્ણ વિરામ નથી લીધો. ફરી એકવાર ગુજરાતમાં વરસાદના રાઉન્ડની આગાહી કરવામાં આવી છે

Gujarat Rain Forecast:  અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતા એક સપ્તાહ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જમાવટ કરે તેવી શક્યતા છે.  હવામાન વિભાગે આગામી એક સપ્તાહ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હજુ ચાર દિવસ ભારે વરસાદનું અનુમાન છે. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ એક્ટિવ છે જેના મહારાષ્ટ્ર પરથી ગુજરાતમાં આવતાં ગુજરાતને મેઘરાજા ફરી એકવાર ઘમરોળશે. હવામાન વિભાગની આગાહી મુજબ એક સપ્તાહ મધ્યમથી ભારે રાજ્યમાં છુટછવાયો વરસાદ રહેશે પરંતુ આવતીકાલે ભારેથી અતિભારે વરસાદનો અનુમાન છે. કાલથી બે દિવસ અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. 27 ઓક્ટોબરના ગાંધીનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. ઉત્તર ગુજરાત તરફના પોર્ટ પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. અમરેલી સહિત સૌરાષ્ટ્રના કાંઠાના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદની પ્રબળ શક્યતાને જોતા  માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદની પ્રબળ શક્યતા છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ, અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ અને ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) ના કારણે રાજ્યમાં આ વરસાદી માહોલ સર્જાશે.

દક્ષિણ ગુજરાતમાં પૂર જેવો વરસાદ
આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને, નવસારી, સુરત, ભરૂચ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, સુરત અને ભરૂચના કેટલાક ભાગોમાં તો પૂર જેવો વરસાદ આવે તેવી પણ શક્યતા છે. અરવલ્લી અને સાબરકાંઠાના ભાગોમાં આજથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ અસર
વરસાદની આગાહી માત્ર દક્ષિણ ગુજરાત પૂરતી સીમિત નથી. દક્ષિણ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને ગીરના ભાગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી છે.

મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ જોવા મળશે. જેમાં વડોદરા, આણંદ, અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે ગાંધીનગર, દસાડા, પાટડી, વિરમગામ, સાણંદ, ધોળકા, ધંધુકા, બરવાળા અને કડી સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર અને પૂર્વ ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત ATSને મોટી સફળતા: અમદાવાદમાં આતંકી પ્રવૃત્તિ માટે આવેલા  3 શંકાસ્પદોની અટકાયત
ગુજરાત ATSને મોટી સફળતા: અમદાવાદમાં આતંકી પ્રવૃત્તિ માટે આવેલા 3 શંકાસ્પદોની અટકાયત
આજે જૂનાગઢનો મુક્તિ દિવસ,CM એ આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી કર્યું સન્માન
આજે જૂનાગઢનો મુક્તિ દિવસ,CM એ આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી કર્યું સન્માન
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દાદી પાસે સુતી હતી માસુમ....મચ્છરદાની કાપીને કર્યું અપહરણ પછી કર્યો બળાત્કાર, બીજા દિવસે લોહીથી લથપથ મળી લાશ
દાદી પાસે સુતી હતી માસુમ....મચ્છરદાની કાપીને કર્યું અપહરણ પછી કર્યો બળાત્કાર, બીજા દિવસે લોહીથી લથપથ મળી લાશ
Advertisement

વિડિઓઝ

Gujarat Weather Update: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 12 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન
Gujarat ATS: ગુજરાત ATSએ કરી મોટી કાર્યવાહી, આતંકી પ્રવૃત્તિ માટે આવેલા 3 શંકાસ્પદોની અટકાયત
Gujarat Farmers News: રાજ્યમાં આજથી 97 કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-વેડિંગ ફોટોશૂટ, સંસ્કૃતિનું પતન ?
Hun To Bolish : હું તો બોલીશ : ગીરના જંગલમાં 'વહીવટ રાજ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSને મોટી સફળતા: અમદાવાદમાં આતંકી પ્રવૃત્તિ માટે આવેલા  3 શંકાસ્પદોની અટકાયત
ગુજરાત ATSને મોટી સફળતા: અમદાવાદમાં આતંકી પ્રવૃત્તિ માટે આવેલા 3 શંકાસ્પદોની અટકાયત
આજે જૂનાગઢનો મુક્તિ દિવસ,CM એ આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી કર્યું સન્માન
આજે જૂનાગઢનો મુક્તિ દિવસ,CM એ આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી કર્યું સન્માન
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દાદી પાસે સુતી હતી માસુમ....મચ્છરદાની કાપીને કર્યું અપહરણ પછી કર્યો બળાત્કાર, બીજા દિવસે લોહીથી લથપથ મળી લાશ
દાદી પાસે સુતી હતી માસુમ....મચ્છરદાની કાપીને કર્યું અપહરણ પછી કર્યો બળાત્કાર, બીજા દિવસે લોહીથી લથપથ મળી લાશ
રાજકોટ આહિર સમાજનો ક્રાંતિકારી નિર્ણય: પ્રિ-વેડિંગ ફોટોશૂટ, કંકુ પગલાં અને ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ
રાજકોટ આહિર સમાજનો ક્રાંતિકારી નિર્ણય: પ્રિ-વેડિંગ ફોટોશૂટ, કંકુ પગલાં અને ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ
હવે બેંક ખાતા વગર પણ ચાલશે UPI! બાળકો પણ કરી શકશે ઓનલાઈન પેમેન્ટ; જાણો સંપૂર્ણ વિગતો
હવે બેંક ખાતા વગર પણ ચાલશે UPI! બાળકો પણ કરી શકશે ઓનલાઈન પેમેન્ટ; જાણો સંપૂર્ણ વિગતો
Medicine Risks: લાંબા સમય સુધી દવાઓ લેવાથી શરીરમાં ઘટી શકે છે જરુરી વિટામિન્સ, ડૉક્ટરે કર્યો મોટો ખુલાસો
Medicine Risks: લાંબા સમય સુધી દવાઓ લેવાથી શરીરમાં ઘટી શકે છે જરુરી વિટામિન્સ, ડૉક્ટરે કર્યો મોટો ખુલાસો
આજે પણ આ મંદિરમાં છે ભારતના એક સંતની 900 વર્ષ જૂની Mummy! બહુ જ રહસ્યમયી છે કહાની
આજે પણ આ મંદિરમાં છે ભારતના એક સંતની 900 વર્ષ જૂની Mummy! બહુ જ રહસ્યમયી છે કહાની
Embed widget