શોધખોળ કરો

Gujarat Rain forecast: આગામી 6 દિવસ આ જિલ્લામાં વરસાદની ચેતવણી, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain forecast: રાજ્યમાં છ દિવસ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વરસાદ વરસી શકે છે.

Gujarat Rain forecast: હવામાન વિભાગની (meteorological department)આગાહી (forecast) મુજબ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની (rain) શક્યતા છે. ગુજરાત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની (rain) શક્યતા છે. ગુજરાતમાં આગામી સપ્તાહ છૂટછવાયો તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ (rain) થઇ શકે છે.  ઉલ્લેખનિય છે કે ગુજરાત હાલ ગુજરાત પર એવી કોઇ મજબૂત સિસ્ટમ સક્રિય નથી તેથી સમગ્ર ગુજરાતમાં ભારે સાર્વત્રિક વરસાદની શક્યતા ઓછી છે.

24 કલાકમાં 182 તાલુકામાં વરસ્યો વરસાદ

ગુજરાતના ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હળવાથી મધ્યમ વરસાદ (rain) વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 182 તાલુકામાં  વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીમાં 3.58 ઇંચ, સુરતના ઉમરપાડામાં 2.95 ઇંચ, આણંદમાં 2.91 ઇંચ, નવસારીના જલાલપોરમાં 2.67 ઇંચ, પલસાણામાં 2.59 ઇંચ, ડભોઈમાં 2.24 ઇંચ, હાલોલમાં 2 ઇંચ, ડોલવણમાં 2 ઇંચ અને વાલોડમાં એકથી વધુ ઇંચ વરસાદ વરસ્યો છે.  

ચાલુ ચોમાસે ગુજરાતના ડેમની જળસપાટીની વાત કરીએ તો દર કલાકે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં  બેથી ત્રણ સેન્ટીમીટરનો વધારો થઇ રહ્યો છે.  સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને 135.88 મીટર પર પહોંચી છે. ડેમ 90 ટકા ભરાતા હાઈએલર્ટ મોડ પર છે.

હાલ સરદાર સરોવર ડેમમાં બે લાખ 93 હજાર 389 ક્યુસેક પાણીની આવક થઇ છે  આવકની સામે બે લાખ એક હજાર 868 ક્યુસેક પાણી નદીમાં છોડાતા વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લા પ્રશાસનને એલર્ટ રહેવા આદેશ આપ્યાં છે.

સરદાર સરોવર ડેમના વધારાના પાણીથી ઉત્તર ગુજરાતના 952 તળાવો ભરાશે. ચાર જિલ્લામાં 13 પાઈપ લાઈન મારફતે એક હજાર ક્યુસેક તળાવોમાં પાણી પહોંચાડાશે ક્રમશ પાણીનો જથ્થો બે હજાર 400 ક્યુસેક કરાશે, રાજ્યના કુલ 207 પૈકી 50 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 42, દક્ષિણ ગુજરાતના સાત અને મધ્ય ગુજરાતનો એક ડેમ  ઓવરફઅલો થયો છે. કુલ 207 જળાશયોમાં હાલ કુલ 72.38 ટકા જળસંગ્રહ છે.  

પાણીની ભરપૂર આવકથી રાજ્યના 89 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. જેમાંથી  90 ટકાથી વધુ ભરાયેલા 62 જળાશયો હાઈએલર્ટ પર છે, 80થી 90 ટકા ભરાયેલા 16 જળાશયો એલર્ટ, તો 70થી 80 ટકા ભરાયેલા 11 જળાશયો વોર્નિંગ પર છે.ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 70.81 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 87.34 ટકા, તો દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 84.46 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે.સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 78.96 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં 54.51 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 53.27 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget