શોધખોળ કરો

Gujarat Weather Update: સૌરાષ્ટ્ર સહિત આ રાજ્યના આ ઝોનમાં આગામી 6 દિવસ વરસશે વરસાદ, જાણો વેધર અપડેટ

Gujarat Weather Forecast: હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આ સ્થિતિમાં રાહતના સમાચાર એ છે કે, હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના કેટલાક ઝોનમાં હળવા વરસાદનું અનુમાન વ્યકત કર્યુ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં અસહ્ય ગરમી વચ્ચે આગામી છ દિવસ વરસાદની આગાહી.
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ-સાયક્લોનિક સર્ક્યુલેશનથી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદ શક્ય.
  • અલ નીનોને કારણે ચોમાસામાં ઓછો વરસાદ, ગરમી વધવાની શક્યતા.

Gujarat Weather Forecast: ગુજરાતમાં એક તરફ અસહ્ય ગરમી અને બફારાએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે, તો બીજી તરફ હવામાન વિભાગે આગામી છ દિવસ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ યથાવત છે. ભાવનગર 41.9 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. અમદાવાદમાં 41.3 ડિગ્રી તાપમાન સાથે લોકોને અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ અને ગાંધીનગરમાં પણ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે.  

આ દરમિયાન હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આગામી છ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. રાજ્યની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે.  ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, વાપી, દમણ અને દાદરા-નગર હવેલી વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. વરસાદી માહોલના કારણે તાપમાનમાં ઘટાડો થવાની અને લોકોને ગરમી તથા બફારાથી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યો એક બાજુ ગરમીથી ત્રાહિમામ છે તો દક્ષિણ ગુજરાતમાં બારમેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ છે. 
13 જૂને કેરળ, કર્ણાટક, ગોવા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, આસામ, મેઘાલય, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં વરસાદ વરસ્યો. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના  કારણે, ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં 19 જૂન સુધી વરસાદ ચાલુ રહેશે. 14 થી 19 જૂન દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરાખંડમાં વરસાદની સંભાવના છે. હિમાચલ પ્રદેશમાં 14 થી 19 જૂન દરમિયાન વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. 

આ પણ વાંચો: આજે LRDની પરીક્ષા, 12,733ની જગ્યા માટે 2.63 લાખથી વધુ ઉમેદવારો આપશે કસોટી

આ વર્ષે ચોમાસા પર અલ નીનોની અસર! વરસાદ ઘટવાની અને ગરમી વધવાની શક્યતા

આ વર્ષે દેશના ચોમાસા પર અલ નીનોની અસર જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પેસિફિક મહાસાગરમાં અલ નીનોની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેના કારણે ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાઈ શકે છે.  અહેવાલ મુજબ દેશના આશરે 197 જિલ્લાઓમાં અલ નીનોની અસર સ્પષ્ટપણે જોવા મળી શકે છે. અલ નીનોના કારણે ચોમાસાની વરસાદી સિસ્ટમ નબળી પડવાની શક્યતા છે, જેના પરિણામે અનેક વિસ્તારોમાં વરસાદની ઘટ સર્જાઈ શકે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન અલ નીનોની તીવ્રતા સૌથી વધુ રહેવાની સંભાવના છે. આ સમયગાળો સામાન્ય રીતે ચોમાસાનો મુખ્ય વરસાદી સમય ગણાય છે. જો અલ નીનો વધુ સક્રિય રહેશે તો વરસાદનું પ્રમાણ ઘટી શકે છે અને તાપમાનમાં પણ વધારો થઈ શકે છે.હવામાન વિભાગના અનુમાન મુજબ ઓછા વરસાદની સ્થિતિ સર્જાય તો ખેતી, જળાશયો અને પીવાના પાણીની ઉપલબ્ધતા પર પણ તેની અસર પડી શકે છે. સાથે જ ગરમી અને ભેજનું પ્રમાણ વધતા લોકો માટે મુશ્કેલીઓ વધી શકે છે.

Frequently Asked Questions

ગુજરાતમાં હાલ ગરમીની શું સ્થિતિ છે?

ગુજરાતમાં હાલ અસહ્ય ગરમી અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે. ભાવનગર 41.9°C સાથે સૌથી ગરમ શહેર છે, જ્યારે અમદાવાદમાં 41.3°C તાપમાન નોંધાયું છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની શું આગાહી છે?

હવામાન વિભાગે આગામી છ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં વરસાદ આવવાના મુખ્ય કારણો શું છે?

રાજ્યની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવ્યો છે. આ સિસ્ટમ્સ વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જી રહી છે.

આ વર્ષે ચોમાસા પર અલ નીનોની શું અસર થશે?

અલ નીનોની અસરથી આ વર્ષે ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં ઓછો વરસાદ અને તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન તેની તીવ્રતા સૌથી વધુ રહી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: ગુજરાતમાં 8 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં 8 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદની આગાહી
Scholarship Scam: જૂનાગઢમાં સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ, સંસ્થાના સંચાલકે વિદ્યાર્થીઓના લાખો રૂપિયા કર્યા ચાઉં
Scholarship Scam: જૂનાગઢમાં સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ, સંસ્થાના સંચાલકે વિદ્યાર્થીઓના લાખો રૂપિયા કર્યા ચાઉં
ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ: આરોગ્ય મંત્રીની સ્પષ્ટતા, નિયમ ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ: આરોગ્ય મંત્રીની સ્પષ્ટતા, નિયમ ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Advertisement

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Embed widget