શોધખોળ કરો

Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગની ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે નાઉકાસ્ટ (Nowcast) જાહેર કરીને આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે કચ્છ સહિત 4 જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી.
  • 4 જિલ્લામાં ઓરેન્જ, 20માં યલો એલર્ટ અપાયું.
  • વીજળી, તેજ પવનથી સાવચેત રહેવા નાગરિકોને અપીલ કરાઈ.

અમદાવાદ:  હવામાન વિભાગે નાઉકાસ્ટ (Nowcast) જાહેર કરીને આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ તેમજ કલાકના 30થી 40 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 4 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના

હવામાન વિભાગના નાઉકાસ્ટ મુજબ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં આગામી ત્રણ કલાક દરમિયાન ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

20 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર

રાજ્યના જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વીજળીના કડાકા અને તેજ પવનથી સાવચેત રહેવાની સલાહ

હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદી વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે પવનની ગતિ વધવાની શક્યતા છે. ખુલ્લા મેદાનો, વૃક્ષોની નીચે અથવા વીજ થાંભલાઓની નજીક ઊભા ન રહેવા તેમજ જરૂરિયાત વિના બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

પ્રશાસન અને નાગરિકોને સતર્ક રહેવા અપીલ

વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. વાહનચાલકોએ વરસાદ દરમિયાન ધીમી ગતિએ વાહન ચલાવવું અને હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવતી લેટેસ્ટ  આગાહીઓ પર નજર રાખવાની અપીલ કરવામાં આવી છે.

વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે.  હાલમાં એકસાથે 4  સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમમાં લો પ્રેશર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફનો સમાવેશ થાય છે. આ ચારેય સિસ્ટમ ભેગી થવાને કારણે આવનારા દિવસોમાં અરબી સમુદ્ર તરફથી ભેજવાળા પવનો ફૂંકાશે. જેના લીધે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી આગાહી કરવામાં આવી છે. 

આ પણ વાંચો- Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 

હવામાન વિભાગની આગાહી મુજબ આ સિસ્ટમ સક્રિય થતા  પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત જુલાઇના અંતમાં એટલે કે 27 જુલાઇથી પણ ફરી રાજ્યમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Advertisement

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
Embed widget