શોધખોળ કરો

Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં ફાટ્યું આભ, 16 ઈંચ વરસાદથી સૂઈગામમાં જળબંબાકાર

છેલ્લા 24 કલાકમાં 16.14 ઈંચ વરસાદથી સૂઈગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી

બનાસકાંઠા જિલ્લામાં આભ ફાટ્યું હતું. છેલ્લા 24 કલાકમાં 16.14 ઈંચ વરસાદથી સૂઈગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 24 કલાકમાં ભાભરમાં 12.91,વાવમાં 12.56 ઈંચ વરસાદ અને થરાદમાં 11.73 ઈંચ, દિયોદરમાં 6.69 ઈંચ વરસાદ વરસ્યો હતો. મૂશળધાર વરસાદથી સૂઈગામમાં નદી-નાળા છલકાયા હતા. ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા.

પાટણના રાધનપુર અને સાંતલપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. છેલ્લા કલાકમાં સાંતલપુર 7.56 ઈંચ વરસાદ ખાબક્યો હતો. 24 કલાકમાં રાધનપુરમાં 7.16 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મોડી રાત્રે સાંતલપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. રાત્રે 10થી સવારે 6 વાગ્યે સુધી ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. સાંતલપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સાંતલપુરના બકુતરાં,વારાહી, અહેવાલ,દાત્રાણામાં વરસાદ વરસ્યો હતો. સાંતલપુર તાલુકા માં મોડી રાતે ધોધમાર વરસાદ પડ્યો હતો. સાંતલપુર સહીત ગ્રામ્ય વિસ્તાર માં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

કચ્છ જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતો. છેલ્લા 24 કલાકમાં રાપરમાં 12.48 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભુજ, ભચાઉ અને લખપતમાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી રાપરમાં નદી-નાળા છલકાયા હતા. રાપર તાલુકાનો સુવઈ ડેમ છલોછલ થઈ હતો. મહેસાણા ના ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. હાલમાં એક દરવાજો માત્ર એક ફૂટ ખોલી 1338ક્યુસેક પાણી છોડવામાં આવી  રહ્યું છે. ડેમમાં પાણી આવક હાલ 38282 ક્યુસેક થઈ રહી છે. ડેમની જળ સપાટી હાલમાં 618.30ફૂટ પર પહોંચી હતી.

રાજ્યના ચાર જિલ્લામાં વરસેલા ભારે વરસાદ, હજુ આજે પણ વરસાદનું જોર રહેવાની શક્યતાને ધ્યાને લઈ શાળા- કોલેજ અને આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં હજુ એક કલાક વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. ત્યારબાદ પણ વરસાદનું જોર યથાવત રહેવાનું અનુમાન છે. ત્યારે જિલ્લાની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાને પરિપત્ર કરી સ્કૂલો-કોલેજો અને આંગણવાડીમાં રજા જાહેર કરવાનો પરિપત્ર કર્યો છે. આ તરફ ખેડા જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો. તો ઉપરવાસમાં પણ સારા વરસાદથી નદીના જળસ્તર વધ્યા છે અને ગામમાં પાણી ઘૂસવાની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે ખેડા જિલ્લા શિક્ષણાધિકારીએ પણ પરિપત્ર જાહેર કરી શાળા- આંગણવાડીમાં રજા જાહેર કરી છે. આ તરફ બનાસકાંઠા જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે અને હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
1 કરોડનું ફંડ, ફક્ત વ્યાજથી 65 લાખની કમાણી, Post Officeની કરોડપતિ સ્કીમ
1 કરોડનું ફંડ, ફક્ત વ્યાજથી 65 લાખની કમાણી, Post Officeની કરોડપતિ સ્કીમ
Embed widget