શોધખોળ કરો
Advertisement
નવી સિસ્ટમ સક્રિય થતા રાજ્યનાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ, હજુ 5 દિવસ રહેશે....
માવઠાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. રાજ્યમાં આગામી ચાર દિવસ હજુય વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
અમદાવાદઃ ચોમાસુની ઋતુ વિદાય લઈ ચૂકી હોવા છતાં હજુ દેશ અને રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. KYARR વાવાઝોડાનો ખતરો તો ગુજરાત પરથી ટળી ગયો છે, પણ નવી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને પગલે રાજ્યમાં અમદાવાદ સહિત ઘણા જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. ભાઈબીજના દિવસે અમદાવાદ, વડોદરા, ખેડા, કેવડિયા કોલોની, રાજકોટ, જામનગર, જુનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ રાત્રે અચાનક વાતાવરણ પલટાયું હતું અને જોરદાર પડવાનો શરૂ થઈ ગયો હતો.
માવઠાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. રાજ્યમાં આગામી ચાર દિવસ હજુય વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ઠેકાણે આજે વરસાદ પડ્યો છે.
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના વાવ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો તો અંબાજીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કાળા ડિંબાગ વાદળો છવાતા અંબાજીનો માહોલ નયનરમ્ય બન્યો હતો.
મધ્યગુજરાતમાં દાહોદથી લઈને નર્મદા, ડાંગ પંથકના અનેક વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો છે. નર્મદામાં રાજપીપળા સહિતના પંથકમાં તો વરસાદના કારણે પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. જાણે કે ચોમાસું જામ્યુ હોય તેવી રીતે વરસાદ ખાબકતાં ખેડૂતો સહિત અનેક લોકોનો તહેવાર બગડ્યો છે. આ ઉપરાંત સુરતના ડીંડોલીમાં પણ ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે.
અરબ સાગરમાં નવી સિસ્ટમ ઉભી થઈ હોવાના પગલે રાજ્યમાં વાતાવરણ પલટાયું છે અને જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. જેની અસર અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ અનુભવાઈ રહી છે.
પહેલા લીલા દુષ્કાળ અને હવે કમોસમી વરસાદની મારથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. દિવાળી સમયે જ પડેલા આ બેવડા મારથી ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement