શોધખોળ કરો

વલસાડમાં મેઘરાજાના અમી છાંટણા, આ વિસ્તારમાં વાતાવરણમાં આવ્યો પલટો

વલસાડ: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તો બીજી તરફ આજે પણ વલસાડમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં હળવા વરસાદની શરૂઆત થઈ છે.

Rainy weather in Valsad: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તો બીજી તરફ આજે પણ વલસાડમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં હળવા વરસાદની શરૂઆત થઈ છે. વલસાડ શહેરના તિથલ રોડ, હાલર રોડ, એમ જી રોડ પર વરસાદી છાંટા જોવા મળ્યા છે. 

આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને સવારથી જ કાળા વાદળ જોવા મળી રહ્યા છે. જો પાલનપુર, વડગામ, અમીરગઢ અને દાંતા સહિતના વિસ્તારોમાં વરસાદ પડે તો બાજરી,મકાઈ અને ઘાસ ચારાને નુકસાન થશે તેવી ખેડૂતોને ભીતિ છે. નોંધનિય છે કે, જિલ્લામાં સતત 5  દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દિવસભર ધૂળની ડમરીઓ ઉડતા રાહદારીઓ પરેશાન છે. જો કે વાદળછાયું વાતાવરણ રહેતા અસહ્ય ગરમીથી થોડી રાહત જરૂર મળી છે. આ ઉપરાંત તાપમાનમાં પણ 3 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.

તો બીજી તરફ મહિસાગર જિલ્લામાં પણ આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ઠંડા પવનના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આકાશમાં કાળા વાદળો ઘેરાયા છે. જિલ્લામાં પ્રિ મોન્સુન એક્ટિવિટીનો વેગ વધ્યો છે. સમગ્ર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળતા ગરમીથી લોકોને રાહત મળી છે.

રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે શું કરી આગાહી?

ગાંધીનગરઃ રાજ્યમાં આગામી  પાંચ દિવસ સુધી વરસાદની કોઇ શક્યતા ન હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસુ 10 જૂનની આસપાસ બેસવાની શક્યતા હતી. પરંતુ પવનની પેટર્ન સાનુકુળ ન હોવાથી કેરળમાં ચોમાસુ 2 દિવસમાં સત્તાવાર બેસી જશે. તો ગુજરાતમાં 20 જૂન સુધી ચોમાસુ બેસવાની કોઈ શક્યતા નથી. કેરળમાં ચોમાસુ બેસ્યા બાદ પશ્ચિમ કાંઠા તરફ ખુબ ધીમેથી આગળ વધશે. જેથી આગામી 15 દિવસ સુધી ચોમાસાની ગતિ ધીમી રહેશે.

એટલુ જ નહીં રાજ્યમાં વરસાદ ખેંચી લાવે તેવા પવનની સાનુકુળ પેટર્ન ન રચાતા વહેલુ ચોમાસું બેસે તેવા હાલમાં કોઈ સંજોગો નથી. તો આ તરફ ગરમીનો પારો ફરી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. દક્ષિણ-પશ્ચિમ પવન વચ્ચે રાજ્યમાં 3 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. આમ લોકોને ફરીથી ગરમીનો સામનો કરવો પડી શકે છે

બીજી તરફ આગામી બે દિવસમાં કેરળમાં ચોમાસુ પહોંચે તેવી શક્યતા છે. પવનની પેટર્ન બદલાતા ગુજરાતમાં 20-21 જૂન વચ્ચે ચોમાસુ બેસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તે સિવાય બે દિવસ બાદ ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રી પહોંચે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget