શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી મેઘમહેર, રાજકોટ, પોરબંદર, પાલિતાણામાં ધોધમાર વરસાદ
રાજકોટ શહેરમાં પણ માત્ર સાત કલાકમાં સાત ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ છે. ભારે વરસાદના કારણે રાજકોટમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે.
ગાંધીનગર: રાજયમાં છેલ્લા 24 કલાકથી મેઘમહેર છે. નવસારીના જલાલપોરમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજકોટ શહેરમાં પણ માત્ર સાત કલાકમાં સાત ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ છે. ભારે વરસાદના કારણે રાજકોટમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. ખેડબ્રહ્મામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. પોરબંદરમાં ચાર ઈંચ અને કુતિયાણામાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે.
ભાવનગરના પાલીતાણામાં મન મુકી મેઘરાજા વરસ્યા છે. માલપરા, ટોળી, જસપરા, સોનપરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સમગ્ર પંથકમાં મેઘમહેર થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. કચ્છ જિલ્લામાં બીજા દિવસે પણ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. રાપર તેમજ આસપાસના વિસ્તારો પાલનપર,ડાભૂંડા,ત્રંબોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઈ છે. આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. ત્રણથી પાંચ સપ્ટેમ્બર વચ્ચે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મહેરબાન થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement