મુખ્ય સેવિકા અને ગ્રામ સેવકની ભરતી અંગે રાજ્ય સરકારે શું કરી મોટી જાહેરાત, જાણો
રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતીને લઈ મોટી જાહેરાત કરાઈ છે. મુખ્ય સેવિકાની 225 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતીને લઈ મોટી જાહેરાત કરાઈ છે. મુખ્ય સેવિકાની 225 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગ્રામ સેવકની 1571 જગ્યાઓ માટે પણ ભરતીની જાહેરાત કરાઈ છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા આ જાહેરાત કરવામાં આવી છે. 30 માર્ચથી 15 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વર્ગ-૩ ના સંવર્ગની પત્રકમાં દર્શાવલ જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે તા 30-03-2022 થી તા. 15-04-2022 સુધીમાં ઓનલાઇન અરજી મંગાવી છે. આ માટે ઉમેદવારે Ojas વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. સંબંધિત સંવર્ગોની સીધી ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત જેમાં વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત અને ફી ભરવાની રીત તથા કુલ જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવાર, માજી સૈનિકો અને મહિલાઓ માટે અનામત જગ્યાની વિગતો તેમજ અન્ય વિગતવાર જોગવાઇઓ માહિતી વિગતવાર જાહેરાત પાછળથી નોટીસ બોર્ડ ઉપર તેમજ મંડળની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે.
અહી ટેકનિશિયનના પદો પર કરાશે ભરતી, 60 હજાર રૂપિયા સુધીનો મળશે પગાર
RCFL એટલે કે રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર લિમિટેડે ટેક્નિશિયનની જગ્યાઓ પર ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઑનલાઇન અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા ઉમેદવારો 4 એપ્રિલ 2022 સુધી સત્તાવાર વેબસાઇટ rcfltd.com પર ઑનલાઇન અરજી કરી શકે છે. ભરતી માટેની અરજી પ્રક્રિયા 21 માર્ચથી શરૂ થઈ ગઈ છે.
જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર, આ ભરતી અભિયાન હેઠળ ટેકનિશિયનની 111 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં મિકેનિકલ ડિસિપ્લિનની 51 જગ્યાઓ, ઈલેક્ટ્રિકલ ડિસિપ્લિનની 32 જગ્યાઓ અને ઈન્સ્ટ્રુમેન્ટેશન ડિસિપ્લિનની 28 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. ટેકનિશિયનની આ જગ્યાઓ પર પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને રૂ.22,000 થી 60,000 સુધીનો પગાર આપવામાં આવશે. આ ભરતીની જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારની ઉંમર 31 વર્ષની હોવી જોઈએ પરંતુ સરકારી નિયમો અનુસાર, અનામત વર્ગના ઉમેદવારોને ઉચ્ચ વય મર્યાદામાં વિશેષ છૂટ આપવામાં આવશે.
અરજી કરવા માટે,ઉમેદવાર પાસે માન્ય સંસ્થામાંથી સંબંધિત વિષયમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઇએ. ઉમેદવારો અન્ય માહિતી માટે જાહેર કરાયેલ સત્તાવાર નોટિફિકેશન જોઇ શકે છે. આ ભરતી હેઠળ ઉમેદવારોની ઓનલાઈન પરીક્ષા અને ટ્રેડ ટેસ્ટ અનુસાર પસંદગી કરવામાં આવશે. આ પરીક્ષામાં ઉમેદવારોને 100 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેને ઉકેલવા માટે ઉમેદવારોને 90 મિનિટનો સમય આપવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે સત્તાવાર વેબસાઈટ rcfltd.com પર 4 એપ્રિલ, 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.