શોધખોળ કરો

Gujarat Rain: ભાવનગર, અમરેલી, સુરત,ભરૂચમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા નવી લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી છે. આ આગાહી પ્રમાણે રાજ્યમાં  આજથી 10 મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા નવી લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી છે. આ આગાહી પ્રમાણે રાજ્યમાં  આજથી 10 મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આગામી ચાર દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. રાજસ્થાન અને તેની આસપાસ આ સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  

ભારે વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર,  આજે ભાવનગર, અમરેલી, સુરત,ભરૂચમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં વરસાદ આજે ભૂક્કા બોલાવશે.  જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ,બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. 

બરફના કરાની સાથે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી

જ્યારે અમદાવાદ,ગાંધીનગર,ખેડા,મહેસાણા,સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર,દાહોદ,જામનગર,દ્વારકા,પોરબંદરમાં ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે.  રેડ એલર્ટ જિલ્લામાં વિજળીના કડાકા-ભડાકા સાથે ભારે પવન અને બરફના કરાની સાથે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  

રાજ્યમાં ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 2 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. હજુ પણ કમોસમી વરસાદ યથાવત રહેશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. અંબાલાલના અનુમાન મુજબ આજે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસવાનું અનુમાન છે. બપોર બાદ પાટણ મહેસાણા સહિતના આસપાસના વિસ્તારમાં ભારે પવનની સાથે વરસાદનું અનુમાન છે. 

અંબાલાલ પટેલના આંકલન મુજબ આગામી 2 દિવસ  સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વરસાદનું અનુમાન છે.  અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી 2 દિવસ બાદ રાજ્યમાં  તબક્કાવાર વરસાદના જોરમાં ઘટાડાનું અનુમાન છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 10મે સુધી છૂટ્ટોછવાયો વરસાદ વરસી શકે છે. 10થી 12 મે વચ્ચે રાજ્યમાં ભારે પવન સાથે છૂટછવાયા વરસાદનું અનુમાન છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget