શોધખોળ કરો

Gujarat Rain: બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, કેટલાક જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: હવામાન વિભાગે વરસાદને લઈ વધુ એક આગાહી કરી છે.રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, કેટલાક જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 

પાટણ, મહેસાણા, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.   અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં આજે ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  

ભાવનગર, અમરેલી, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને, નર્મદાના આજે ભારે વરસાદ સાથે યલો અલર્ટની આગાહી કરાઈ છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આવતીકાલે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં આવતીકાલે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.   

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આગાહી 

 રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે.   બંગાળના ઉપસાગરમાં બનેલ ડીપ ડિપ્રેસનના  પગલે 6 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલે વ્યક્ત કરી છે. પંચમહાલ, છોટાઉદેપુર, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.  

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.  સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શકયતા છે.  પોરબંદર, દ્વારકા અને જામનગર વિસ્તારમાં વરસાદની શક્યતા છે.  કચ્છના ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં 12થી 16 ઓગસ્ટ વચ્ચે વરસાદની શક્યતા છે.  ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.  

સિઝનનો અત્યાર સુધીમાં 66.35 ટકા વરસાદ

રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 66.35 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 86.60 ટકા, સૌરાષ્ટ્રમાં 77.48 ટકા, દક્ષિણ ગુજરાતમાં 78.37 ટકા સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 49.88 ટકા અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 47.71 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.                

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Aravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યોBhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયતPanchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Embed widget