શોધખોળ કરો

Visavadar Bypoll Result 2025: વિસાવદરમાં કાંટે કી ટક્કર, 5 રાઉન્ડની મતગણતરી બાદ જાણો કોણ આગળ

વિસાવદર પેટાચૂંટણીમાં બેલેટ પેપરની મતગણતરી પૂર્ણ થયા બાદ 5  રાઉન્ડની મતગણતરી થઈ ગઈ છે. શરુઆતના પ્રથમ અને બીજા રાઉન્ડમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા આગળ હતા.

Bypoll Result 2025: વિસાવદર પેટાચૂંટણીમાં બેલેટ પેપરની મતગણતરી પૂર્ણ થયા બાદ 5  રાઉન્ડની મતગણતરી થઈ ગઈ છે. શરુઆતના પ્રથમ અને બીજા રાઉન્ડમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા આગળ હતા.  હવે 5 રાઉન્ડની મતગણતરી થઈ છે. પાંચમાં રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ 980  મતથી આગળ છે.  વિસાવદર બેઠક પર હાલમાં કાંટે કી ટક્કર જોવા મળી રહી છે.

કૉંગ્રેસ ત્રીજા નંબર પર છે

વિસાવદર બેઠક પર ભાજપના કિરીટ પટેલ પ્રથમ નંબર પર છે, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયા ત્રીજા નંબર પર છે. હાલમાં જૂનાગઢમાં મતગણતરી ચાલી રહી છે.  ગોપાલ ઈટાલિયા બીજા નંબર પર આવી ગયા છે. ક્યારેક ગોપાલ ઈટાલિયા આગળ થઈ જાય છે તો ક્યારે કિરીટ પટેલ આગળ નિકળે છે. આ વિસાવદરન બેઠક પર કાંટે કી ટક્કર જોવા મળી રહી છે.  

વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી

વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી છે.   વિસાવદર વિધાનસભા બેઠકમાં કુલ 294 બૂથ આવેલા છે, જ્યાં 14 ટેબલ પર 21 રાઉન્ડમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. આ બેઠક પર આપના ગોપાલ ઈટાલિયા અને ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતીન રાણપરિયા વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. 

જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ માઇક્રો ઓબ્ઝર્વર, કાઉન્ટિંગ સુપરવાઈઝર સહિત કુલ 60 થી વધુ કર્મચારીઓ મતગણતરીની પ્રક્રિયામાં જોડાશે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે બે DySP, 11 PI, 13 PSI સહિત કુલ 200 પોલીસકર્મીઓ પણ મતગણતરી કેન્દ્ર પર તૈનાત કરવામાં આવશે. 

જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરીની તમામ ગતિવિધિનું CCTV ની મદદથી મોનિટરિંગ પણ કરાશે. સૌપ્રથમ બેલેટ પેપરની  મતગણતરી હાથ ધરાશે, બાદમાં EVM ની મતગણતરી શરૂ થશે. વિસાવદર બેઠક પર સરેરાશ 56.89 ટકા જેટલું મતદાન થયું છે. આ પરિણામથી ભાજપ (BJP) ઉમેદવાર કિરીટ પટેલ, કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરીયા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સહિત કુલ 16 ઉમેદવારોનું રાજકીય ભાવી નક્કી થશે. ભાજપ, કોંગ્રેસ, આપ ત્રણેય પક્ષોની શાખ દાવ પર લાગી છે.

87 વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે 19 જુનના રોજ 294 મતદાન મથકો પર 56.89 ટકા મતદાન થયું હતું. ચૂંટણી ઓબ્ઝર્વર, જીલ્લા ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, ઉમેદવારોની હાજરીમાં  મતગણતરી થશે. મતગણતરીમાં માઈક્રો ઓબ્ઝર્વર, કાઉન્ટીંગ સુપરવાઈઝર, આસીસ્ટન્ટ સુપરવાઈઝર સહિતનો સ્ટાફ  જોડાશે. પોસ્ટલ બેલેટ રાઉન્ડ બાદ 14 ટેબલ પર 21 રાઉન્ડમાં મતગણતરી થશે.

કડી વિધાનસભા પેટા ચૂંટણી પરિણામ

કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા સહિત કુલ 8 ઉમેદવારોનું રાજકીય ભાવી આજે નક્કી થશે. કડીમાં મેવડ એન્જિનિયરિંગ કોલેજ ખાતે 21 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે જેમાં એક રાઉન્ડમાં 14 બૂથની મતગણતરી હાથ ધરાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે

વિડિઓઝ

Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
Vadodara News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ વડોદરામાં અકસ્માત સર્જ્યો
Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
સાવધાન! બેદરકારીને કારણે તમારા બધા એકાઉન્ટ ખાલી થઈ શકે છે, તમે પણ નથી કરી રહ્યા ને પાસવર્ડ સંબંધિત આ ભૂલ ?
સાવધાન! બેદરકારીને કારણે તમારા બધા એકાઉન્ટ ખાલી થઈ શકે છે, તમે પણ નથી કરી રહ્યા ને પાસવર્ડ સંબંધિત આ ભૂલ ?
Embed widget