શોધખોળ કરો

રવિન્દ્ર જાડેજાના IPLમાં પર્ફોમન્સને લઇને રિવાબા જાડેજાએ કહ્યું કે, ‘હું મેચ જોવા નથી જતી ત્યારે ....

રવિન્દ્ર જાડેજાનું IPLમાં શાનદાર પ્રદર્શન અને જીતને લઈ રિવાબાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, " હું મારા પતિને સપોર્ટ કરીશ "

સુરત:રવિન્દ્ર જાડેજાનું  IPLમાં શાનદાર પ્રદર્શન અને  જીતને લઈ રિવાબાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, " હું મારા પતિને સપોર્ટ કરીશ "ચેન્નાઇ સુપર કિંગ ફાઇનલમાં આવી છે,જાડેજાનું પ્રદર્શન ખુબ સારું છે.હું અમદાવાદ ફાઇનલ મેચ જોવા જઈશ.તેમણે મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું કે, “હું જ્યારે મેચ જોવા નથી જતી ત્યારે મને મારા આજુબાજુ વાળા પૂછે છે કે તમે અહીંયા કેમ છો, રવિન્દ્રને સપોર્ટ કરવા માટે IPLમાં જાઓ”

GT vs CSK: ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ ક્વોલિફાયરમાં જીતથી ખુશ જોવા મળ્યો ધોની, આગામી સીઝનને લઇને આપી હિંટ

IPL 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી ક્વોલિફાયર મેચમાં ચેન્નઈએ 15 રનથી જીત મેળવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 7 વિકેટે 172 રન બનાવ્યા હતા. રનનો પીછો કરતા ગુજરાતની ટીમ 20 ઓવરમાં 157 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મેચ જીત્યા બાદ ઘણો ખુશ જોવા મળ્યો હતો. આ સિવાય તેણે આગામી સીઝન વિશે પણ મોટી હિંટ આપી હતી.

ધોનીએ મેચ બાદ પ્રેઝન્ટેશનમાં કહ્યું હતું કે પહેલા 8 ટીમો હતી, હવે 10 છે. હું એમ નહીં કહું કે આ વધુ એક ફાઈનલ છે. બે મહિનાની મહેનત છે. દરેકે સહયોગ આપ્યો છે. હા, મિડલ ઓર્ડરને પૂરતી તકો મળી નથી. ગુજરાત એક સારી ટીમ છે અને તેઓએ સારો પીછો કર્યો છે. પરંતુ ટોસ હારવો સારું રહ્યું હતું.

ચેન્નઈના કેપ્ટને વધુમાં કહ્યું હતું કે જો જાડેજાને એવી પરિસ્થિતિઓ મળે છે જે તેને મદદ કરે છે, તો તેની સામે રમવું મુશ્કેલ બને છે. તેની બોલિંગે મેચનું પરિણામ બદલી નાખ્યું. મોઈન અલી સાથેની તેની ભાગીદારીને પણ ભૂલવી ન જોઈએ. ઝડપી બોલરની તાકાત શું છે તે જાણવાનો પ્રયાસ કરીએ છીએ. અમે તેમને આત્મવિશ્વાસ આપવાનો પ્રયાસ કરીએ છીએ. અમે તેમને શક્ય તેટલું પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરીએ છીએ.

ધોનીએ આગળ કહ્યું હતું કે  “તમે પિચ જુઓ છો અને તે પ્રમાણે ફિલ્ડિંગ સેટ કરો છો. હું ખૂબ જ પરેશાન કરનારો કેપ્ટન હોઇ શકું છુ, હું ફિલ્ડરોને 2-3 ફૂટ સુધી ખસેડતો રહું છું. હું માત્ર ફિલ્ડરોને મારા પર નજર રાખવાની વિનંતી કરું છું. , જો કેચ છૂટી જાય છે તો મારા તરફથી કોઇ પ્રતિક્રિયા નહીં આવે, ફક્ત મારા પર નજર રાખો.

આગામી સીઝનમાં રમવા પર ધોનીએ કહ્યું હતું કે  મને ખબર નથી. મારી પાસે નિર્ણય લેવા માટે 8-9 મહિનાનો સમય છે. હું હંમેશા CSK માટે હાજર રહીશ, પછી તે મેદાન પર રમી રહ્યો હાઉ કે બહાર બેઠો હોઉ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહીAhmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

Embed widget