Banaskantha: ડીસામાં ફિલ્મી ઢબે લૂંટ, યુવક ઘર નજીક વોકિંગ કરતો હતો ત્યારે લૂંટારુઓએ હુમલો કરી લૂંટ ચલાવી
ડીસાના સુખદેવનગરમાં લૂંટની ઘટના સામે આવી છે. સુખદેવનગર સોસાયટીમાં મોડી રાત્રે વોકિંગ કરી રહેલા જમીન દલાલ સાથે લૂંટની ઘટના બની હતી.
ડીસાના સુખદેવનગરમાં લૂંટની ઘટના સામે આવી છે. સુખદેવનગર સોસાયટીમાં મોડી રાત્રે વોકિંગ કરી રહેલા જમીન દલાલ સાથે લૂંટની ઘટના બની હતી. યુવક ઘરની બહાર વોકિંગ કરી રહ્યો હતો ત્યારે પાછળથી બે શખ્સોએ હુમલો કરી સોનાના દોરાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક પાછળથી આવી 2 લૂંટારુઓએ હુમલો કર્યો અને ફિલ્મી ઢબે લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર લૂંટની ઘટના CCTVમાં કેદ થઈ હતી. બનાસકાંઠાના ડીસાના સુખદેવનગર સોસાયટી પાસેનો બનાવ છે. જે મામલે પોલીસે સીસીટીવી ફુટેજના આધારે અજાણ્યા શખસો સુધી પહોંચવા શોધખોળ હાથ ધરી છે.
આ સમયે એક બાઈક પર ત્રણ લૂંટારૂ આવ્યા હતા. જેમાંથી એક લૂંટારુ સોસાયટી બહાર ઉભો રહ્યો હતો. જ્યારે અન્ય બે લૂંટારૂએ જમીન દલાલ પર પાછળથી પાઈપ વડે હુમલો કર્યો હતો. ત્રણ તોલાની સોનાની ચેઈન ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવી ફુટેજના આધારે પોલીસે લૂંટારૂની શોધખોળ શરુ કરી છે.
યુવક રાબેતા મુજબ જમ્યા બાદ સોસાયટીના રસ્તા પર વોકિંગ કરી રહ્યા હતા. આ સમયે પાછળથી બે અજાણ્યા શખ્સો આવ્યા અને પાઈપથી તેમની ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. યુવકને પાઈપ ફટકારતા તે જમીન પર ઢળી પડ્યો હતો. અચાનક હુમલાથી યુવક ઇજાગ્રસ્ત થઈ રસ્તા પર પડી ગયો હતો. બંને શખ્સો તેમના ગળામાં રહેલી ત્રણ તોલાની સોનાના ચેઈનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
BSF એ જખૌના દરિયાઈ વિસ્તારમાંથી સતત બીજા દિવસે ચરસના 10 પેકેટ, હેરોઈનનું એક પેકેટ કર્યું જપ્ત
કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી સતત બીજા દિવસે ચરસ અને એક હેરોઈન ડ્રગનું પેકેટ ઝડપાયું છે. બીએસએફ દ્વારા જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હેરોઈનનું પણ એક પેકેટજપ્ત કરાયું છે. જખૌથી 11 કિલોમીટર દૂર નિર્જન કુંડી બેટ પરથી 1 કિલોગ્રામના એવા 10 ચરસના પેકેટ અને એક કિલો હેરોઈન ડ્રગ્સનું પેકેટ મળ્યા છે. એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં ચરસના 50 પેકેટ અને હેરોઈનના 9 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને બીએસએફ હાઈ એલર્ટ છે ત્યારે આ પેકેટ ઝડપાઈ રહ્યા છે.