શોધખોળ કરો

Sabarkantha: સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર સામે વિરોધ યથાવત, આયાતી ઉમેદવાર બદલવાના લખાયા પોસ્ટકાર્ડ

Sabarkantha: સાબરકાંઠામાં ભાજપનો ઉમેદવાર બદલવાની માંગ ફરી એકવાર ઉગ્ર બની છે

Sabarkantha: સાબરકાંઠામાં ભાજપનો ઉમેદવાર બદલવાની માંગ ફરી એકવાર ઉગ્ર બની છે. સાબરકાંઠા ભાજપના જ કાર્યરોએ ઉમેદવાર વિરુદ્ધ વિરોધ યથાવત રાખ્યો છે. અરવલ્લી અને સાબરકાંઠા ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના કાર્યકરોએ આયાતી ઉમેદવાર બદલવાનાપોસ્ટ કાર્ડ લખી વિરોધ નોંધાવ્યો હતો.

સાબરકાંઠા ભાજપ કાર્યાલય પર કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે ઉમેદવાર બદલવાની માંગ કરી હતી. ભાજપના ખેસ સાથે ભાજપના નારાજ કાર્યકરો પહોંચ્યા હતા. વિરોધ ડામવા માટે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અગાઉ દરમિયાનગીરી કરી ચૂક્યા છે છતાં વિરોધ ઓછો થઇ રહ્યો નથી.

પોસ્ટકાર્ડ લખી વિરોધ નોંધાવ્યો

ઉમેદવારના વિરોધને લઈને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને તેઓએ પોસ્ટ કાર્ડ લખી ઉમેદવાર બદલવા માટેની માંગ કરી હતી. પોસ્ટકાર્ડમાં ‘આયાતી ઉમેદવાર બદલો’ ના લખાણ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

Sabarkantha: સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર સામે વિરોધ યથાવત, આયાતી ઉમેદવાર બદલવાના લખાયા પોસ્ટકાર્ડ

સાબરકાંઠા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાને ઉમેદવાર બનાવ્યા ત્યારથી વિરોધ થઇ રહ્યો છે. આ વિરોધને ડામવા માટે ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ પ્રયાસ કરી ચૂક્યા છે પરંતુ આ વિરોધ અટકી રહ્યો નથી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાબરકાંઠાની મુલાકાત લીધી હતી. અને વન ટૂ વન સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભાજપના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરી હતી. હવે આ મુદ્દે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બેઠક કરી છે. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠામાં ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને લોકસભા બેઠકની ટિકીટ આપી હતી, જોકે, અટકને લઇને વિવાદ થતાં બાદમાં ઉમેદવાર બદલીને શોભના બારૈયાને ટિકીટ આપી હતી. બેઠક પર બે વાર ઉમેદવારો બદલાયા છતાં વિવાદ શમતો નહતો, જેને લઇને હવે સીએમ પટેલ એક્શનમાં આવ્યા અને આજે ગાંધીનગરમાં તેમના નિવાસ સ્થાને પક્ષના તમામ નેતાઓ, ધારાસભ્યો અને આગવાનોને બોલાવીને બેઠક કરી હતી, જેમાં સ્પષ્ટ રીતે સૂચના આપવામાં આવી હતી કે, સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર બદલાશે નહીં, પક્ષના તમામ કાર્યકર્તાઓને સાથે મળીને એકજૂથ થઇને કામ કરવાનું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Jagannath Yatra Stampede:  પુરીના શ્રી ગુંડિચા મંદિર પાસે મચી નાસભાગ, 3 લોકોના મોત, 30 ઘાયલ

રોકવામાં આવી ઉત્તરાખંડની ચારધામ યાત્રા, હવામાન વિભાગે આપ્યું ભારે વરસાદનું રેડ એલર્ટ

'બંધારણ નહીં, મનુસ્મૃતિ ઈચ્છે છે RSS-BJPને', રાહુલ ગાંધીના બચાવમાં આવ્યા શશિ થરૂર! જાણો તેમણે શું કહ્યું

Ahmedabad Plane Crash:દુર્ઘટનાના 17 દિવસ બાદ  DNA મેચ કરવાની પ્રક્રિયા સમાપ્ત, 260 મૃતકોની થઇ ઓળખ
Ahmedabad Plane Crash:દુર્ઘટનાના 17 દિવસ બાદ DNA મેચ કરવાની પ્રક્રિયા સમાપ્ત, 260 મૃતકોની થઇ ઓળખ
Advertisement

વિડિઓઝ

Ahmedabad Video Viral: ગજરાજને બેરહેમીપૂર્વક માર મારવાનો મહાવતો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નાલાયકીની પરાકાષ્ઠા
Hun To Bolish : હું તો બોલીશ : જીવનું જોખમ !
Hun To Bolish : હું તો બોલીશ : ફરી એકવાર,PAAS આસપાસ
Banaskantha News: બનાસ નદીનું જળસ્તર વધતા બનાસકાંઠાના કાકવાડાના ગ્રામજનોની મુશ્કેલી વધી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jagannath Yatra Stampede:  પુરીના શ્રી ગુંડિચા મંદિર પાસે મચી નાસભાગ, 3 લોકોના મોત, 30 ઘાયલ
Jagannath Yatra Stampede: પુરીના શ્રી ગુંડિચા મંદિર પાસે મચી નાસભાગ, 3 લોકોના મોત, 30 ઘાયલ
રોકવામાં આવી ઉત્તરાખંડની ચારધામ યાત્રા, હવામાન વિભાગે આપ્યું ભારે વરસાદનું રેડ એલર્ટ
રોકવામાં આવી ઉત્તરાખંડની ચારધામ યાત્રા, હવામાન વિભાગે આપ્યું ભારે વરસાદનું રેડ એલર્ટ
'બંધારણ નહીં, મનુસ્મૃતિ ઈચ્છે છે RSS-BJPને', રાહુલ ગાંધીના બચાવમાં આવ્યા શશિ થરૂર! જાણો તેમણે શું કહ્યું
'બંધારણ નહીં, મનુસ્મૃતિ ઈચ્છે છે RSS-BJPને', રાહુલ ગાંધીના બચાવમાં આવ્યા શશિ થરૂર! જાણો તેમણે શું કહ્યું
Ahmedabad Plane Crash:દુર્ઘટનાના 17 દિવસ બાદ  DNA મેચ કરવાની પ્રક્રિયા સમાપ્ત, 260 મૃતકોની થઇ ઓળખ
Ahmedabad Plane Crash:દુર્ઘટનાના 17 દિવસ બાદ DNA મેચ કરવાની પ્રક્રિયા સમાપ્ત, 260 મૃતકોની થઇ ઓળખ
Shefali Jarivala: કોને મળશે શેફાલી જરીવાલાની કરોડોની સંપત્તિ,જાણો કાયદો શું કહે છે?

Gujarat Rain Update:રાજ્યમાં મેઘમહેર, છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં વરસ્યો વરસાદ

પારસ છાબડાએ પહેલાં જ કરી દીધી હતી શેફાલીના મોતની આગાહી! વાયરલ વીડિયો જોઈને તમારા હોંશ ઉડી જશે

Gujarat Rain Forecast:આ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

Embed widget