Sardar Patel Law College: સૌરાષ્ટ્રની આ કોલેજને બેન્કે સીલ કરતા શિક્ષણ જગતમાં ચકચાર
અમરેલી: બાબરામાં આવેલ સરદાર પટેલ લો કોલેજને બેંક દ્વારા સીલ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. બેંકનું કરોડો રૂપિયાનું દેવું સંકુલ સંચાલકો ચુકતે નહીં કરતા આખરે બેંકે આ કાર્યવાહી કરી છે.
અમરેલી: બાબરામાં આવેલ સરદાર પટેલ લો કોલેજને બેંક દ્વારા સીલ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. બેંકનું કરોડો રૂપિયાનું દેવું સંકુલ સંચાલકો ચુકતે નહીં કરતા આખરે બેંકે આ કાર્યવાહી કરી છે. બેંક દ્વારા અવારનવાર કોલેજ સંચાલકોને નોટિસ ફટકરવામાં આવી હતી. સરદાર પટેલ લો કોલેજ સહિત આખા સંકુલને બેંકે સીલ કરી દેતા શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. કોલેજના વિદ્યાર્થીઓને અન્ય કેમ્પસમાં બદલાવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન આ કોલેજ અગાઉ પેપર ફૂટવાનો વિવાદ પણ રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.
સંકલન બેઠકમાં જ કોંગ્રેસના ધારાસભ્ય અન્નજળનો ત્યાગ કરી જમીન પર બેસી ગયા
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર સંકલન બેઠકમાં હોબાળો થઈ ગયો હતો. દસાડાના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી સંકલન બેઠકમાં જ જમીન પર નીચે બેસી જતાં હોબાળો થઈ ગયો હતો. ધારાસભ્ય નૌશાદભાઇ દ્વારા અન્નજળનો ત્યાગ કરી ધરણા કરવામાં આવ્યા. ધારાસભ્ય દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં કોઇ નિરાકરણ ન આવ્યુ હોવાનો આક્ષેપ. ધારાસભ્ય નૌશાદભાઇને સંકલન બેઠકમાંથી પોલીસ ટીંગાટોળી કરી પોલીસ મથકે લઇ જતાં પોલીસ સ્ટેશનમાં પણ ધરણા કર્યા બહાર લઇ જવાયા. શહેરમાં બીયુ પરમિશન વગર ધમધમતી બિલ્ડિંગ અંગે રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતી હોવાનો આક્ષેપ. ધારાસભ્યને પોલીસ ટીંગાટોળી કરી લઇ જતાં ધારાસભ્યની પણ ગરિમા છીનવાઇ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.
પાટીલના પ્રહારઃ '10 લાખ નોકરી આપવાની વાત કરે છે, કેજરીવાલે જુઠ્ઠું બોલવું તો વધારે બોલવું એવું છે'
સુરતઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આજે કેજરીવાલ પર પ્રહાર કર્યા હતા. તેમણે કેજરીવાલ પર પ્રહાર કરતાં કહ્યું કે, 10 લાખ નોકરી આપવાની વાત કરે છે. કેજરીવાલે જુઠ્ઠું બોલવું તો વધારે બોલવું એવું છે. આખા દેશમાં ગુજરાત યુવાનોને સૌથી વધારે રોજગાર આપે છે. જે વચન આપવા આવે છે એને સમજી લેવું જોઈએ. ગુજરાતી એટલે હાથ લાંબો કરે એટલે આપવા માટે લાંબો કરે છે. આપણે સજાગ રહેવાની જરૂર છે.
દર્શના જર્દોષે કહ્યું કે, સુરત શું છે અને તેની તાકાત શું છે અને તે બતાવવા બદલ કાપડ ઉદ્યોગનો આભાર. મણિપુર જેવા નાના સ્ટેટમાં પણ સુરતના પાંચ લાખથી વધુ તિરંગા ફરકયા. આવતીકાલે વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા છે ત્યારે 75 ચરખા તૈયાર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન હેન્ડલુમ અને ગૃહઉદ્યોગ સાથે જોડાયેલ વસ્તુને પ્રમોટ કરતા હોય છે. દુનિયામાં શુ એક્સપોર્ટ કરી શકાય તે વડાપ્રધાન જાણે છે. એટલે જ સુરતના મેન મેડ ફાયબર ને ધ્યાને રાખી ટેકસટાઇલ પોલિસી બનાવી. દક્ષિણ ગુજરાતના વાંસી બોરસી ખાતે પીએમ મિત્ર પાર્ક બનાવવામાં આવશે. જેના માટે માટે આખા દેશમાં 13 રાજ્યોમાંથી 7 ને મંજૂરી મળશે. આમ સૌપ્રથમ રાજ્ય ગુજરાત છે જે ગર્વની વાત છે.