શોધખોળ કરો
Advertisement
ઉત્તર ગુજરાતના આ શહેરમાં સરદાર પટેલની પ્રતિમા ખંડિત થતાં લોકોમાં આક્રોશ, સરકારી તંત્રે લોકોને શું આપી ખાતરી?
ટાવર ચોક પર આવેલા સરદાર પટેલના સ્મારકને મંગળવારે બપોરે નગરપાલિકા દ્વારા હટાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન સરદાર પટેલની પ્રતિમા ખંડિત થતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો
હિંમતનગરના ટાવર ચોક પર આવેલા સરદાર પટેલના સ્મારકને મંગળવારે બપોરે નગરપાલિકા દ્વારા હટાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન સરદાર પટેલની પ્રતિમા ખંડિત થતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ચીફ ઓફિસર તાત્કાલિક ટાવર ચોક પહોંચ્યા હતાં જ્યાં આક્રોશ વ્યક્ત કરી રહેલા લોકોને ત્રણેય દિવસમાં નવી પ્રતિમા મૂકવાની ખાતરી આપી હતી.
મંગળવારે બપોરે હિંમતનગરના ટાવર ચોક પર સરદાર પટેલની પ્રતિમા ખસેડવા દરમિયાન પગના ભાગેથી ખંડિત થતાં કેટલાંક લોકો એકઠા થઈ ગયા હતા અને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકો દ્વારા આક્રોશ વ્યક્ત કરતાં ચીફ ઓફીસર ટાવર ચોક દોડી ગયા હતાં અને ત્રણ દિવસમાં નવી પ્રતિમા મૂકવાની ખાતરી આપી હતી. ત્યાર બાદ લોકો શાંત પડ્યાં હતાં.
મંગળવારે બપોરે સરદાર પટેલની પ્રતિમા પણ બદલવાની હોઈ જૂની પ્રતિમા ખસેડવામાં આવી રહી હતી તે દરમિયાન પ્રતિમાના પગ ખંડિત થઈ ગયા હતા ત્યાર બાદ કેટલાક લોકો એકઠા થઈ ગયા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો. લોકો દ્વારા રોષ વ્યક્ત કરતાં પાલિકાના ચીફ ઓફિસરને તાત્કાલિક ટાવર ચોક દોડવું પડ્યું હતું.
ત્યાર બાદ ચીફ ઓફિસર યશપાલસિંહ લાઘેલાએ જણાવ્યું હતું કે, પ્રતિમા બદલવાની હોવાથી તેને ફાઉન્ડેશન પરથી ખસેડવામાં આવતી હતી તે દરમિયાન નીચેના ભાગેથી ખંડિત થઈ હતી. હાલ નવી પ્રતિમા તૈયાર જ છે અને ત્રણ દિવસમાં અન્ય કામ પૂર્ણ થઈ જતાં ફરીથી સ્થાપિત કરવામાં આવશે. કેટલાક લોકો આ બાબતે રજૂઆત કરવામાં આવ્યા ત્યારે તેમને ત્રણેય દિવસમાં નવી પ્રતિમા મુકવાની ખાતરી આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement