Self lockdown : કોરોના સંક્રમણની ચેઇન તોડવા સૌરાષ્ટ્રના કયા શહેરમાં 15 મે સુધી લંબાવાયું લોકડાઉન?
બાબરામાં 15 મે સુધી સ્વૈચ્છીક બંધને વેપારીઓ દ્વારા લંબાવવામાં આવ્યું છે. કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં 15 મે સુધી બપોર 2 વાગ્યા બાદ ધંધા રોજગાર બંધ રહેશે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નિર્ણય લેવાયો હતો.
અમરેલીઃ બાબરામાં 15 મે સુધી સ્વૈચ્છીક બંધને વેપારીઓ દ્વારા લંબાવવામાં આવ્યું છે. કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં 15 મે સુધી બપોર 2 વાગ્યા બાદ ધંધા રોજગાર બંધ રહેશે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નિર્ણય લેવાયો હતો. તેની સામે ફ્રુટની લારીઓ, શાકભાજીની લારીઓ, દૂધની ડેરી અને મેડિકલ સ્ટોરને છૂટ આપવામાં આવી છે. તો રવિવારનાં રોજ પૂરો દિવસ સંપૂર્ણ બંધ દુકાનો રહેશે.
ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. તેમજ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. આ બધાની વચ્ચે સાસણ ગીર સફારી પાર્ક અને દેવળીયા પાર્ક આજથી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. કોરોના મહામારીને લઇ વન વિભાગ દ્વારા આજથી અનિશ્ચિત કાળ માટે બંધ કરાયું છે.
આ સિવાય જૂનાગઢ ગીરનાર નેચર સફારી પણ બંધ કરવામા આવી છે. જૂનાગઢનું સક્કરબાગ ઝૂ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ધારીનુ આબંરડી સફારી પાર્ક પણ બંધ રહેશે. કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડને આદેશ કર્યો છે. સાસણ, દેવળિયા, સક્કરબાગ, ગિરનાર સફારી, આબંરડી પાર્ક અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવાયા છે. નવી ગાઇડલાઇન ન આવે ત્યાં સુધી તમામ સફારી પાર્કો અને અભ્યારણો બંધ રહેશે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના બે ગામોએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. બોટાદમાં ઢસા ગામમાં વધુ 8 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. ગઢડાની ઢસા ગ્રામ પંચાયત દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવાયો છે. ઢસા ગામના તમામ વેપારીને સાથે રાખીને નિર્ણય લેવાયો છે. 3-05-2021થી 10-05-2021 સુધી તમામ વ્યાપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. માત્ર દૂધ ની ડેરીઓ સવારના 5 થી 8 વાગ્યા સુધી અને સાંજે 5 થી 8 વાગ્યા સુધી શરૂ રખાશે. શાકભાજીવાળાને માત્ર ફેરી કરવાની રહેશે. જો કોઇ પણ વ્યક્તિ વ્યાપર ધંધા શરૂ રાખશે તો ગ્રામ પંચાયત દ્વારા દંડ આપવામાં આવશે. સતત વધતા સંક્રમણને અટકાવવા ગ્રામ પંચાયત દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
અમરેલીમાં વડિયાનું દેવગામ હવે આગામી 15 મે સુધી સ્વૈચ્છીક બંધ પાળશે. કોરોનાના વધતા સંક્રમણને પગલે ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લઈને સ્વૈચ્છિક બંધને લંબાવવામાં આવ્યું છે. વેપારીઓ સવારના 7 થી બપોરે 1 વાગ્યા સુધી દુકાનો ખુલી રાખી શકશે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા ગામ લોકોને પંચાયત દ્વારા અપીલ કરવામાં આવી છે. તો સુરત,અમદાવાદ સહિતના અન્ય જિલ્લાઓમાંથી આવતા લોકોને ગ્રામ પંચાયતને જાણ કરવા કરી 15 દિવસ સુધી હોમકોરેન્ટીન રહેવા પંચાયત દ્વારા સૂચનાઓ અપાઈ છે.