શોધખોળ કરો

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

રાજકીય પક્ષો 'ફિક્સિંગ'થી ચાલે છે, મેરીટવાળા કાર્યકરોને પૂરા કરવાનું કાવતરું: શંકરસિંહ વાઘેલા

  • પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું રાજકીય પક્ષો પર આકરો પ્રહાર
  • 'ખરાબ' લોકો પાર્ટીમાં ન આવે, એવા લોકોને ભેગા કરવા આ પાર્ટી નથી બનાવી: વાઘેલા
  • મોરારજી દેસાઈના આદર્શોને યાદ કર્યા, નીડર બની લીડર બનવાનો સંદેશ

Shankersinh Vaghela on Gujarat prohibition: પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજકીય પક્ષો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે રાજકીય પાર્ટીઓ 'ફિક્સિંગ'થી ચાલે છે અને મેરીટવાળા કાર્યકરોને પૂરા કરવાનું કાવતરું રચવામાં આવે છે.

વાઘેલાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જે લોકો 'ખરાબ' હોય તે તેમની પાર્ટીમાં ન આવે. તેમણે ઉમેર્યું હતું કે એવા લોકોને ભેગા કરવા માટે આ પાર્ટી બનાવવામાં આવી નથી. તેમણે લોકોને સમર્થન આપવા માટે આહ્વાન કર્યું હતું અને બદલામાં શક્તિ આપવાનું વચન આપ્યું હતું.

આ પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ મોરારજી દેસાઈને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે ડરવાની જરૂર નથી, પરંતુ નીડર બનીને લીડર બનવાની જરૂર છે. તેમણે મોરારજી દેસાઈના વિચારોને ટાંક્યા હતા કે જાહેર જીવનમાં 'ડબલ સ્ટાન્ડર્ડ' ન હોવું જોઈએ. તેમણે તેમના સાથી રાજેન્દ્રસિંહના ઉદાહરણનો ઉલ્લેખ કર્યો હતો, જેમણે જાહેરમાં દારૂ પીવાની વાત સ્વીકારી હતી. વાઘેલાએ કહ્યું હતું કે તેમના દરબારોમાં પ્રસંગોપાત દારૂ પીવો સામાન્ય બાબત છે.

વાઘેલાએ વર્તમાન આર્થિક સ્થિતિ પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે જો આજે મનમોહનસિંહ વડાપ્રધાન હોત તો રૂપિયો મજબૂત સ્થિતિમાં હોત. તેમણે પક્ષોની ક્ષણભંગુરતા પર ભાર મૂક્યો હતો અને જનતા પાર્ટી અને એમજેપી જેવા ભૂતકાળના પક્ષોનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે પાર્ટીની કમાન કોના હાથમાં છે તે ખૂબ જ મહત્વનું છે.

વાઘેલાએ ખ્યાતિ હોસ્પિટલ જેવી ઘટનાઓનો ઉલ્લેખ કરીને એક પાર્ટીની 'મહેરબાની'થી આવા કૃત્યો ચાલતા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે 'બી ટીમ'ના આરોપોને ફગાવી દેતા જણાવ્યું હતું કે આજે પાર્ટીઓ 'મેચ ફિક્સિંગ'થી ચાલે છે.

શંકરસિંહ વાઘેલા પ્રેરિત પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાઠોડે ગુજરાતની દારૂબંધી નીતિ અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે જાહેરમાં સ્વીકાર્યું કે તેઓ દારૂનું સેવન કરે છે અને તેમની પાસે મેડિકલ લાયસન્સ છે.

રાઠોડે દારૂબંધી નીતિની ટીકા કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં દારૂની કિંમતો અવાસ્તવિક રીતે ઊંચી છે. અન્ય રાજ્યોમાં ૧૦૦ રૂપિયાની બોટલ ગુજરાતમાં ૫૦૦ રૂપિયામાં વેચાય છે. દારૂબંધીથી ૫૦,૦૦૦ કરોડ રૂપિયા ભ્રષ્ટાચારમાં જાય છે. પંચમહાલ વિસ્તારમાં મહુડાનો દારૂ ખુલ્લેઆમ પીવાય છે. નબળી ગુણવત્તાના દારૂના સેવનથી યુવાન વિધવાઓની સંખ્યા વધી રહી છે તેમણે જણાવ્યું કે તેમને હૃદયની તકલીફ હોવાથી ડૉક્ટરની સલાહથી ત્રણ પેગ દારૂ લેવાની પરવાનગી છે.

આ પણ વાંચો....

‘હું રોજ 3 પેગ લગાવું છું, ગુજરાતમાંથી દારૂબંધી હટાવો’, આ નેતાનું ચોંકાવનારું નિવેદન

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs UAE Playing-11: આજે યુએઈ સામે ટકરાશે ભારત, કુલદીપ-વરુણ અને સંજૂ-જિતેશમાંથી કોને મળશે તક?
IND vs UAE Playing-11: આજે યુએઈ સામે ટકરાશે ભારત, કુલદીપ-વરુણ અને સંજૂ-જિતેશમાંથી કોને મળશે તક?
'પાડોશી સાથે ઝઘડો-મારામારી આત્મહત્યા માટે ઉશ્કેરણી નથી'  સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
'પાડોશી સાથે લડાઈ-મારામારી આત્મહત્યા માટે ઉશ્કેરણી નથી' સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
નેપાળમાં પ્રદર્શનકારીઓએ જેલ સળગાવી, 1600થી વધુ કેદી ફરાર, ભારત બોર્ડર પર એલર્ટ
નેપાળમાં પ્રદર્શનકારીઓએ જેલ સળગાવી, 1600થી વધુ કેદી ફરાર, ભારત બોર્ડર પર એલર્ટ
IPL 2026 અગાઉ રાજસ્થાનને લાગ્યો વધુ એક ઝટકો, રાહુલ દ્રવિડ બાદ CEOએ છોડ્યું પદ
IPL 2026 અગાઉ રાજસ્થાનને લાગ્યો વધુ એક ઝટકો, રાહુલ દ્રવિડ બાદ CEOએ છોડ્યું પદ
Advertisement

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદની સેવન્થ ડે શાળાની વધી મુશ્કેલી, DEOની કાર્યવાહીને પડકારતી અરજી હાઈકોર્ટે ફગાવી
Banaskantha Flood: વાવ અને સૂઈગામમાં આવતી કાલે શૈક્ષણિક કાર્ય બંધ, જુઓ અહેવાલ
Bharuch Police : ભરુચમાં કુખ્યાત બુટલેગર નયનના ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : 'નલ સે જલ'માં છલનો સ્વીકાર!
Hun To Bolish : હું તો બોલીશ : કેમ કરે છે પોલીસ આંખ આડા કાન ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs UAE Playing-11: આજે યુએઈ સામે ટકરાશે ભારત, કુલદીપ-વરુણ અને સંજૂ-જિતેશમાંથી કોને મળશે તક?
IND vs UAE Playing-11: આજે યુએઈ સામે ટકરાશે ભારત, કુલદીપ-વરુણ અને સંજૂ-જિતેશમાંથી કોને મળશે તક?
'પાડોશી સાથે ઝઘડો-મારામારી આત્મહત્યા માટે ઉશ્કેરણી નથી'  સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
'પાડોશી સાથે લડાઈ-મારામારી આત્મહત્યા માટે ઉશ્કેરણી નથી' સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
નેપાળમાં પ્રદર્શનકારીઓએ જેલ સળગાવી, 1600થી વધુ કેદી ફરાર, ભારત બોર્ડર પર એલર્ટ
નેપાળમાં પ્રદર્શનકારીઓએ જેલ સળગાવી, 1600થી વધુ કેદી ફરાર, ભારત બોર્ડર પર એલર્ટ
IPL 2026 અગાઉ રાજસ્થાનને લાગ્યો વધુ એક ઝટકો, રાહુલ દ્રવિડ બાદ CEOએ છોડ્યું પદ
IPL 2026 અગાઉ રાજસ્થાનને લાગ્યો વધુ એક ઝટકો, રાહુલ દ્રવિડ બાદ CEOએ છોડ્યું પદ
US Tariff On India: ડોનાલ્ડ ટ્રમ્પને ફરી આવી ભારતની યાદ, કહ્યું- 'હું મારા સારા મિત્ર PM મોદી સાથે કરીશ વાત'
US Tariff On India: ડોનાલ્ડ ટ્રમ્પને ફરી આવી ભારતની યાદ, કહ્યું- 'હું મારા સારા મિત્ર PM મોદી સાથે કરીશ વાત'
Apple એ લોન્ચ કરી iPhone 17 સિરીઝ: અત્યાર સુધીના સૌથી પાતળા 'iPhone 17 Air' માં માત્ર eSIM જ ચાલશે, જાણો ફીચર્સ અને કિંમત
Apple એ લોન્ચ કરી iPhone 17 સિરીઝ: અત્યાર સુધીના સૌથી પાતળા 'iPhone 17 Air' માં માત્ર eSIM જ ચાલશે, જાણો ફીચર્સ અને કિંમત
વિશ્વમાં 3000 કર્મચારીઓને કાઢી મુક્યા પછી Oracleમાં ફરી છટણી, ભારતમાં કેટલા લોકોને થઈ અસર?
વિશ્વમાં 3000 કર્મચારીઓને કાઢી મુક્યા પછી Oracleમાં ફરી છટણી, ભારતમાં કેટલા લોકોને થઈ અસર?
ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે સી.પી. રાધાકૃષ્ણન ચૂંટાયા, વિરોધપક્ષના ઉમેદવારને મોટા અંતરથી હરાવ્યા, જાણો કેટલા મત મળ્યા
ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે સી.પી. રાધાકૃષ્ણન ચૂંટાયા, વિરોધપક્ષના ઉમેદવારને મોટા અંતરથી હરાવ્યા, જાણો કેટલા મત મળ્યા
Embed widget