શોધખોળ કરો
‘હું રોજ 3 પેગ લગાવું છું, ગુજરાતમાંથી દારૂબંધી હટાવો’, આ નેતાનું ચોંકાવનારું નિવેદન
Prohibition in Gujarat: શંકરસિંહ વાઘેલા પ્રેરિત પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાઠોડે ગુજરાતની દારૂબંધી નીતિ અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે.

Gujarat Prohibition: તેમણે જાહેરમાં સ્વીકાર્યું કે તેઓ દારૂનું સેવન કરે છે અને તેમની પાસે મેડિકલ લાયસન્સ છે.
1/5

રાઠોડે દારૂબંધી નીતિની ટીકા કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં દારૂની કિંમતો અવાસ્તવિક રીતે ઊંચી છે. અન્ય રાજ્યોમાં ૧૦૦ રૂપિયાની બોટલ ગુજરાતમાં ૫૦૦ રૂપિયામાં વેચાય છે.
2/5

દારૂબંધીથી ૫૦,૦૦૦ કરોડ રૂપિયા ભ્રષ્ટાચારમાં જાય છે. પંચમહાલ વિસ્તારમાં મહુડાનો દારૂ ખુલ્લેઆમ પીવાય છે. નબળી ગુણવત્તાના દારૂના સેવનથી યુવાન વિધવાઓની સંખ્યા વધી રહી છે
3/5

તેમણે જણાવ્યું કે તેમને હૃદયની તકલીફ હોવાથી ડૉક્ટરની સલાહથી ત્રણ પેગ દારૂ લેવાની પરવાનગી છે.
4/5

તેમના મતે દારૂબંધી હટાવવાથી, રાજ્યને કર દ્વારા આવક થશે, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વિકાસ થઈ શકશે, ભ્રષ્ટાચાર ઘટશે.
5/5

પાર્ટી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઝંપલાવશે અને ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે ઊભરી આવશે તેવો દાવો કર્યો છે.
Published at : 22 Dec 2024 04:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
