શોધખોળ કરો
Advertisement
ધોરણ 9થી 11માં 30% હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે, નવી પેપર સ્ટાઇલ બોર્ડની સાઇટ પર મૂકાઇ
ધોરણ 9થી 11 માટે બોર્ડે નવી પેપર સ્ટાઇલ રજૂ કરી છે. આ નવી પેપર સ્ટાઇલમાં 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. બોર્ડની સાઇટ પર આ નવી પેપર સ્ટાઇલ મૂકાઇ છે.
ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડએ બદલાયેલી પેપર સ્ટાઇલ બોર્ડની વેબસાઇટ પર મૂકી છે.કોરોનાની મહામારીના કારણે બોર્ડે નવી પેપર સ્ટાઇલ રજૂ કરી છે.
કોરોનાની મહામારીના કારણે એક વર્ષથી વિદ્યાર્થીઓનો અભ્યાસ ડિસ્ટર્બ થયો છે. આ કારણે બોર્ડે વિદ્યાર્થીઓની રાહત માટે હેતુલક્ષી પેપર સ્ટાઇલ તૈયાર કરી છે. આ પેપર સ્ટાઇલ મુજબ 45 વિષયોમાં 30 ટકા પ્રશ્નો હેતુલક્ષી હશે અને 80 ટકા પ્રશ્નોનો જવાબ વિસ્તારથી આપવાના રહેશે. આ વિષયોના પ્રશ્નો ઇન્ટરનલ ઓપ્શનના બદલે જનરલ ઓપ્શન આધારિત પૂછાશે.
ધોરણ 9થી 11ની પેપર સ્ટાઇલ બોર્ડની સાઇટ www.gseb.org પર મૂકાઇ છે આ ઉપરાંત શિક્ષણ બોર્ડે ધોરણ 9થી 12 પરીક્ષાની માર્ગદર્શિકા માટે પરિપત્ર રજૂ કર્યો છે. શિક્ષણ બોર્ડેના નિષ્ણાતો દ્વારા પરીક્ષાના પેપરનું ગુણભાર તૈયાર કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion