શોધખોળ કરો

રાજ્ય સરકાર નવી SOP જાહેર, જાણો કેટલા શહેરોમાં રાત્રિ કર્ફયૂની કરાઈ જાહેરાત

આજે રાજ્ય સરકાર નવી SOP જાહેર કરવામાં આવી છે. રાજ્યના 27 શહેરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે.

રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે.  કોરોનાના દૈનિક કેસોનો આંક 25 હજારને નજીક પહોંચી ગયો છે. ત્યારે વધતા સંક્રમણ વચ્ચે કોરોના નિયંત્રણોની અવધિ આવતીકાલે પૂર્ણ થઈ હતી . ત્યારે આજે રાજ્ય સરકાર નવી SOP જાહેર કરવામાં આવી છે. રાજ્યના 27 શહેરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. રાજ્યના ૮ મહાનગરો અને બે શહેરો ઉપરાંત વધુ ૧૭ નગરોમાં રાત્રિ કરફયુનો અમલ કરાશે. 

સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા,  વાંકાનેર, ધોરાજી, જેતપુર, અંકલેશ્વરમાં રાત્રિ કર્ફ્યૂ લાગૂ કરાયો છે. 29 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂની ગાઈડલાઈન અમલમાં રહેશે. હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.   મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

રાજ્યમાં લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં માત્ર 150 લોકોની મર્યાદામાં યોજી શકાશે. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. અંતિમક્રિયા/દફનવિધીમાં મહત્તમમ 100 વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવી છે.  

રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીએ રાત્રિ કર્ફ્યૂ વધુ 17 નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.  હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે.  મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે  આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 17 નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ 22 જાન્યુઆરી 2022થી  દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.

રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.22-01-2022ના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ 7 દિવસો માટે લંબાવીને તા 29 જાન્યુઆરી  2022 સુધીની કરવામાં આવી છે.  તદ્દઅનુસાર, હવે 8 મહાનગરો ઉપરાંત 19 નગરોમાં  તારીખ 22 મી જાન્યુઆરી થી દરરોજ રાત્રિના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા. 29 જાન્યુઆરી સુધી કરવામાં આવશે.
 
ભૂપેન્દ્ર પટેલે કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે હાથ ધરીને અન્ય પણ મહત્વના નિર્ણયો કર્યા છે. આ નિર્ણયો મુજબ હોટલ-રેસ્ટોરન્સ દ્વારા કરવામાં આવતી હોમ ડીલીવરી હવે 24 કલાક ચાલુ રાખી શકાશે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?
Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?
'બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાનો માસ્ટર માઇન્ડ છે મોહમ્મદ યુનુસ', જાણો કોણે કર્યો દાવો?
'બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાનો માસ્ટર માઇન્ડ છે મોહમ્મદ યુનુસ', જાણો કોણે કર્યો દાવો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal: ખોડલધામ મંદિરના કાર્યક્રમમાં ગણેશ ગોંડલની હાજરીથી સર્જાયો મોટો વિવાદ| LIVE ઓડિયો ક્લીપMaharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત Abp AsmitaMaharatsra CM News: Vijay Rupani: મહારાષ્ટ્રમાં સીએમના સસ્પેન્સને લઈને વિજય રૂપાણીનું મોટું નિવેદનDwarka Crime: મફતમાં પેટ્રોલ ભરી આપ કહી ગુંડાઓએ કરી મારામારી, હિસાબના રૂપિયા લઈ ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?
Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?
'બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાનો માસ્ટર માઇન્ડ છે મોહમ્મદ યુનુસ', જાણો કોણે કર્યો દાવો?
'બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાનો માસ્ટર માઇન્ડ છે મોહમ્મદ યુનુસ', જાણો કોણે કર્યો દાવો?
પેકેજ્ડ ડ્રિંક, મિનરલ વોટર છે ખતરનાક! FSSAIએ હાઇ રિસ્ક કેટેગરીમાં મુક્યું
પેકેજ્ડ ડ્રિંક, મિનરલ વોટર છે ખતરનાક! FSSAIએ હાઇ રિસ્ક કેટેગરીમાં મુક્યું
ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું
ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં 190થી વધુ પદો પર બહાર પડી ભરતી, આ રીતે કરો અરજી
AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં 190થી વધુ પદો પર બહાર પડી ભરતી, આ રીતે કરો અરજી
Embed widget