Surat News: લોકસભાના ઉદ્ધઘાટન વિરોઘ મુદ્દે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિરોધ પર સાધ્યું નિશાન, કહ્યું વિકાસનો વિરોધ કેમ?
આગામી 28મી મેના રોજ વડાપ્રધાન નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરીને તેને દેશને સોંપવા જઈ રહ્યા છે, જેને લઇને રાજધાની દિલ્લીમાં સુરક્ષાને લઈને એક ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે
Surat News: આગામી 28મી મેના રોજ વડાપ્રધાન નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરીને તેને દેશને સોંપવા જઈ રહ્યા છે, જેને લઇને રાજધાની દિલ્લીમાં સુરક્ષાને લઈને એક ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે.
ઘણા રાજકીય પક્ષોએ આ સમારોહમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે, જ્યારે કુસ્તીબાજોએ નવા બિલ્ડિંગની સામે તે જ દિવસે પંચાયત યોજવાની તૈયારીમાં છે. આ કારણે નવી દિલ્હી જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે. આ બેઠક બહુસ્તરીય સુરક્ષાની તૈયારીઓને લઈને ચાલી રહી છે. નવા સંસંદ ગૃહના ઉદ્ધઘાટનને લઇને 19 દળ વિરોઘ કરી રહ્યાં છે ત્યારે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દે વિરોધીઓ પર નિશાન સાધતા સવાલ કર્યો કે, વિકાસનો વિરોધ કેમ?
નવી લોકસભાના ઉદ્ઘાટન મુ્દ્દે હર્ષ સંધવીએ કહ્યું કે, તમે લોકસભાનો વિરોધ કરી રહ્યા છો, આવા એક એક લોકોને જડબાતોડ જવાબ આપવો જોઈએ કે નહીં?ભગવાન રામ લલ્લાના મંદિરનું નિર્માણ પૂર્ણ થશે અને લોકોનું સપનું પણ પૂર્ણ થશે તો પણ આ મુદ્દે વિપક્ષ તેનો વિરોધ કરવાનું ચૂકતા નથી.સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કરવા માટે પણ વિપક્ષ હંમેશા તત્પર રહે છે. આજે કડોદરા ખાતે અંડર બ્રિજ અને સીસીટીવી સર્વેલન્સ કેમેરાના લોકાર્પણ કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત હર્ષ સંઘવીએ 19 વિરોધ કરી રહેલા પક્ષને વિકાસના વિરોધી ગણાવતા આકરા પ્રહાર કર્યો હતા