શોધખોળ કરો

‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....

Harsh Sanghvi crop damage: સુરતના લસકાણામાં આયોજિત એક કાર્યક્રમમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના વહીવટી અધિકારીઓને પાક નુકસાન સહાય પેકેજના અમલીકરણ અંગે સ્પષ્ટ અને આકરો સંદેશ આપ્યો હતો.

Harsh Sanghvi crop damage: સુરતના લસકાણા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનના વળતર મામલે અધિકારીઓને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સરકારે ખેડૂતોને ઝડપી ન્યાય (સહાય) આપ્યો છે, અને જો એકપણ ખેડૂત તરફથી વળતર યોગ્ય રીતે કે સમયસર ન મળ્યાની ફરિયાદ આવશે, તો જવાબદાર અધિકારી સામે કોઈપણ ચર્ચા વિના કડક પગલાં લેવામાં આવશે.

અધિકારીઓને સ્પષ્ટ ચેતવણી: ખેડૂતોને ઝડપી ન્યાય મળવો જોઈએ

સુરતના લસકાણામાં આયોજિત એક કાર્યક્રમમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના વહીવટી અધિકારીઓને પાક નુકસાન સહાય પેકેજના અમલીકરણ અંગે સ્પષ્ટ અને આકરો સંદેશ આપ્યો હતો. તાજેતરમાં રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનના વળતર અંગે વાત કરતા, તેમણે વહીવટીતંત્રને સખત સૂચનાઓ આપી હતી.

નાયબ મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારે ખેડૂતોને ઝડપી ન્યાય આપ્યો છે અને તે સહાય ખેડૂતો સુધી પૂરેપૂરી પહોંચવી જ જોઈએ. તેમણે ચેતવણીના સ્વરમાં કહ્યું, "અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. જો એકપણ ખેડૂતની ફરિયાદ આવશે કે તેને નુકસાનનું વળતર યોગ્ય રીતે કે સમયસર મળ્યું નથી, તો પછી કોઈ વાત નહીં થાય, જવાબદાર અધિકારી સામે સીધા જ કડક પગલા ભરવામાં આવશે."

જૂનાગઢમાં ખેડૂતોને હાલાકી

ગુજરાત સરકારે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે સહાય પેકેજ ની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ અન્નદાતા માટે આ સહાય સુધી પહોંચવાનો રસ્તો મુશ્કેલીભર્યો સાબિત થઈ રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખડપીપળી ગામના ખેડૂતો છેલ્લા બે દિવસથી ગ્રામપંચાયત કચેરી બહાર લાઈનોમાં ઊભા રહેવા છતાં સરકારી ઓનલાઈન સિસ્ટમ વારંવાર બંધ થવાને કારણે ફોર્મ ભરી શક્યા નથી. ગામના VCE (વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર) ના મતે, સર્વર ચાલે તો પાંચ મિનિટનું કામ છે, પરંતુ હાલ પાંચ કલાક લાગી જાય છે. ખેડૂતો રાત સુધી રાહ જોવા છતાં ફોર્મ ન ભરાતા આક્રોશિત છે અને આ પ્રક્રિયાને "લોલીપોપ જેવી સહાય" ગણાવી રહ્યા છે.

એક તરફ કમોસમી વરસાદે ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છીનવી લીધો, ખેતરોના ખેતર ધોવાઈ ગયા, અને પાક નાશ પામ્યો. હવે જ્યારે સરકારે સહાયની જાહેરાત કરી છે, ત્યારે આશા માત્ર એ જ સહાય પર ટકેલી છે. પરંતુ સરકારની ઓનલાઈન સહાય મેળવવાની પ્રક્રિયા હવે ખેડૂતો માટે માથાનો દુખાવો બની ગઈ છે. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખડપીપળી ગામમાં, ગ્રામપંચાયત કચેરીની બહાર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. ખેડૂતોનો આક્રોશ છે કે મદદ કરતાં વધારે તકલીફ નસીબમાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget