મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ તરખાટ મચાવ્યો, મહાનગરોની સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
રાજકોટ સિવિલમાં પણ દર્દીઓની લાંબી કતારો લાગી છે. છેલ્લા દોઢ મહિનામાં રાજકોટમાં નોંધાયા છે શરદી-ઉધરસના 1656 કેસ. ડેંગ્યૂના 4 અને કમળાના 8 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોના કાબૂમાં તો છે પણ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ તરખાટ મચાવ્યો છે. મહાનગરોમાં સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ સામાન્ય દિવસોમાં અહીં દરરોજ 1400 જેટલા દર્દીઓ આવતા હતા. જે હવે વધીને દરરોજ 2 હજાર જેટલા આવી રહ્યા છે. ગયા અઠવાડિયે અમદાવાદમાં મલેરિયાના 247, ડેંગ્યૂના 188, ચીકનગુનિયાના 162 કેસ નોંધાયા છે. ટાઈફોઈડના 1035, કોલેરાના 59 અને કમળાના 629 કેસ નોંધાયા છે.
આવી જ સ્થિતિ છે રાજકોટ શહેરની પણ છે. રાજકોટ સિવિલમાં પણ દર્દીઓની લાંબી કતારો લાગી છે. છેલ્લા દોઢ મહિનામાં રાજકોટમાં નોંધાયા છે શરદી-ઉધરસના 1656 કેસ. ડેંગ્યૂના 4 અને કમળાના 8 કેસ નોંધાયા છે. વડોદરામાં પણ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. એક જ દિવસમાં ડેન્ગ્યુના 17, ચિકનગુનિયાના 9 અને મેલેરિયા-તાવના નોંધાયા 20 કેસ નોંધાયા છે. જામનગરમાં પણ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના સતત વધી રહ્યા છે કેસ. જી. જી. હોસ્પિટલની OPDમાં લાંબી કતારો લાગી છે. જામનગરમાં દરરોજ ડેંગ્યૂના નોંધાઈ રહ્યા છે 2 કેસ.
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીની કતારો બિલ્ડીંગની બહાર પહોંચી છે. અહી આવતા દર્દીઓ અને તેમના સ્વજનો કલાકોના કલાકો સુધી કતારોમાં ઉભા રહેવા મજબુર બન્યા છે. વાયરલ, તાવ, મલેરિયા, ડેન્ગ્યુ જેવી બીમારીના કેસો વધ્યા છે. હોસ્પિટલોમાં અવ્યવસ્થાના કારણે દર્દીઓને ભારે હાલાકી ભીગવવી પડી રહી છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. વાયરલ અને મચ્છરજન્ય પાણીજન્ય રોગચાળાના કેસો વધ્યા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એક દિવસની 1000 કરતા વધુ દર્દીઓની ઓપીડી. 1 લી ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધીમાં ગાંધીનગર સિવિલમાં કુલ 18000 ઓપીડી નોંધાઇ. જેમાંથી 3800 જેટલી મેડિસિન વિભાગની ઓપીડી. તાવ,શરદી, ઉધરસ, ઝાડ ઉલ્ટી ના કેસોમાં વધારો થયો છે.
1લી ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી નોંધાયેલ કેસો ની વિગતોમાં ડેન્ગ્યુના 474 શંકાસ્પદ કેસમાંથી 45 કેસ પોઝિટિવ નોંધાયા. ચિકનગુનિયાના 165 શંકાસ્પદ કેસમાંથી 4 કેસ પોઝિટિવ. ઠંડી તાવના મેલેરિયાના શંકાસ્પદ 1549 કેસ માંથી 90 કેસ મેલેરિયાના પોઝિટિવ નોંધાયા છે.