સુરતઃ મામા બન્યા ચંદામામા, દોઢ મહિનાની જુડવા ભાણી માટે ચંદ્ર પર ખરીદી જમીન
બ્રિજેશભાઈની બહેન દયાના ઘરે એક નહીં પરંતુ બે લક્ષ્મીઓ અવતારિત થઈ જેથી પરિવારની ખુશી બમણી થઈ ગઈ આ ખુશીને વધારવા માટે મામા બ્રિજેશભાઈએ બહેન અને પોતાની બે ભાઈઓને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું.
Surat News: ડાયમંડ નગરી સુરતમાં રક્ષાબંધન માટે એક મામાએ તેની બહેનના બે દોઢ મહિનાના ભાણીયાને અનોખી ભેટ આપી છે. મામાએ ચંદ્ર પર એક એકર જમીન ખરીદી છે. સુરતના બ્રિજેશ વેકરીયાએ ચંદ્ર પર જમીન ખરીદી છે, જેને લઈ નીતિ અને નિયતિ ચંદ્ર પર જમીનના માલિક બન્યા છે. ઉપરાંત સૌથી નાની વયના જુડવા બાળકો બન્યા છે. મામાએ પ્રસંગને ખાસ બનાવવા અને ચંદ્ર પર જમીન ખરીદવાઅમેરિકાની લુનાર લેન્ડર્સ કંપની માં તેમણે અરજી કરી હતી. સુરત શહેરના સરથાણા વિસ્તાર ખાતે રહેતા બ્રિજેશભાઈ વેકરીયા એ પોતાની બે જોડીયા ભાણિયો માટે એક એકર જમીન ચંદ્ર પર લીધી છે તેઓ માટે આ ક્ષણ હંમેશા યાદગાર બની રહે.
સુરત શહેરના સરથાણા વિસ્તાર ખાતે રહેતા બ્રિજેશભાઈ વેકરીયા આમ તો ડિજિટલ માર્કેટિંગ સાથે સંકળાયેલા છે અને તેઓ સંવેદના ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે . બ્રિજેશભાઈની બહેન દયાના ઘરે એક નહીં પરંતુ બે લક્ષ્મીઓ અવતારિત થઈ જેથી પરિવારની ખુશી બમણી થઈ ગઈ આ ખુશીને વધારવા માટે મામા બ્રિજેશભાઈએ બહેન અને પોતાની બે ભાઈઓને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું. બેન પાસેથી બંને દીકરીઓના ડોક્યુમેન્ટસ લઈ તેઓએ અમેરિકાની લુનાર લેન્ડર્સ નામની કંપનીમાં ચંદ્ર પર જમીન ખરીદવા માટે એપ્લિકેશન કરી હતી જે માન્ય થતા આજે તેમની બંને ભાણિયો નીતિ અને નિયતિ સૌથી નાની ઉંમરમાં જોડિયા બહેનો ચંદ્રની જમીન પર માલિક બની છે.
બ્રિજેશ વેકરીયાએ જણાવ્યું હતું કે, લોકો ચાંદ ને મામા કહે છે અને જ્યારે હું પોતે મામા બન્યો ત્યારે મને વિચાર આવ્યો કે મારી બે જે જુડવા ભાણિયો છે તેમને કંઈક ખાસ કરીને આપુ. જાણકારી મળી હતી કે ચંદ્ર પર જમીન ખરીદી શકાય છે જેથી તેઓ આટલી નાની ઉંમરમાં ચંદ્ર પર જમીનના માલિક બને આ માટેની પ્રક્રિયા હાથ ધરી હતી અને એક મહિનામાં રજીસ્ટ્રેશન થતા હાલ મને ખૂબ જ ખુશી છે કે મારી બંને ભાણિયો સૌથી નાની ઉંમરમાં જુડવા બેહનો હશે જે ચંદ્રની જમીન પર માલિક બની છે. તેઓ અમને વિકલ્પ આપતા હોય છે કે ચંદ્રના કયા સ્થાને ને જમીન જોઈએ. ચંદ્રના જે લેક ઓફ હેપીનેસ વિસ્તાર છે ત્યાં મેં મારી બંને ભાણિયો માટે જમીન રજીસ્ટેડ કરાવી હતી આ તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને જ્યારે આ બંને ભાણિયો મોટી થશે ત્યારે તેઓ ચોક્કસથી હર્ષ અનુભવશે.