Farmer Rally: સુરેન્દ્રનગરમાં ખેડૂતો આકરા મૂડમાં, ગણોતધારા નોંધ રદ્દ કરવાની માંગ સાથે દસાડામાં મેગા રેલી, આવેદનપત્ર પણ અપાશે
Surendranagar Farmer Rally: આજે સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં આજે ખેડૂતોની આ રેલી યોજાશે. આ પહેલા આયોજકોએ વહીવટી તંત્ર પાસે ટ્રેક્ટર રેલી માટે મંજૂરી માંગી હતી પરંતુ મળી નહીં

Surendranagar Farmer Rally: સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ આજે એક મોટી રેલીનું આયોજન કર્યુ છે, સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં આજે ખેડૂતો દ્વારા રેલી યોજવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર રેલીની મંજૂરી મળી નથી, પરંતુ ખેડૂતો અને ખેડૂત હિત રક્ષક સમિતિ હવે દૂધરેજથી કલેક્ટર કચેરી સુધી પગપાળા રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપશે. ખેડૂતો દ્વારા ગણોતધારાની નોંધ રદ્દ કરવા માટે છેલ્લા કેટલાય સમયથી માંગ કરવામાં આવી રહી છે.
જિલ્લાના ખેડૂતો દ્વારા આજે રેલી યોજીને પોતાની માંગને ઉજાગર કરવાના છે. માહિતી પ્રમાણે, આજે સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં આજે ખેડૂતોની આ રેલી યોજાશે. આ પહેલા આયોજકોએ વહીવટી તંત્ર પાસે ટ્રેક્ટર રેલી માટે મંજૂરી માંગી હતી પરંતુ મળી નહીં. હવે ખેડૂતો અને ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા આજે પગપાળા રેલી યોજવામાં આવશે, આજે દૂધરેજથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતો પગપાળા રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપશે. ખેડૂતોની માંગ છે કે, ગણોતધારાની નોંધ રદ્દ કરવામાં આવે. આ રેલીમાં જિલ્લાના પાટડી, જરવલા, સુરજપુરા, નવરંગપુરા, હિંમતપુરાના ખેડૂતો જોડાશે.
દસાડા તાલુકાના હિંમતપુરા, નારણપુરા, બામણવા, જરવલા, સુરજપુરા અને પાટડી સહિતના ગામોમાં ગણોતધારાની ૧૯૨ અને ૧૯૩ના નોંધના કારણે ખેડૂતો પાંચ-છ વર્ષથી પોતાની જમીન વહેંચી શકતા નથી તેમજ જમીનના દસ્તાવેજ પણ થતાં નથી. ગણોતધારાની નોંધ રદ્દ કરવા, પ્રોપર્ટી કાર્ડમાં કે-૧, કે-૨ સત્તા પ્રકાર હોવાથી દસ્તાવેજ થતાં નથી આથી તેનો કાયમી નિકાલ કરવામાં અંગે અનેક વખતર રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ નહીં આવતા આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
રેલીના સંદર્ભે પાટડીમાં ખેડૂત આગેવાનો સહિતનાઓની બેઠક યોજાઈ હતી જેમાં ટ્રેકટર રેલી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ જંત્રીનો વધારો પરત ખેંચવામાં આવે તેમજ પાક નુકશાની અંગે જાહેર કરવામાં આવેલ સહાય પાટડી તાલુકાના ગામોના ખેડુતોને આપવામાં આવે તેવી પણ રજુુઆત કરવામાં આવશે. આ તકે મોટીસંખ્યામાં ખેડુતો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચો
PM કિસાનનો હપ્તો તમારા ખાતામાં નથી આવ્યો ? મદદ માટે ઝડપથી કરી લો આ કામ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
