શોધખોળ કરો

શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા

MS Dhoni: આરસીબી (RCB) સામેની મેચમાં, એમએસ ધોની નવમા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો, આ ચર્ચાનો વિષય રહ્યો છે. હવે એક અનુભવી ખેલાડીએ ધોનીના બેટિંગ ક્રમ અંગે મોટું નિવેદન આપ્યું છે.

Shane Watson on MS Dhoni Batting Position: ગયા શુક્રવારે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરુએ ચેન્નાઈ સુપર કિંગ્સને 50 રનથી હરાવ્યું. આ મુકાબલામાં, જ્યારે CSK ને ઝડપથી રન બનાવવાની જરૂર હતી, ત્યારે રવિચંદ્રન અશ્વિનને બેટિંગ માટે મોકલવામાં આવ્યો. સોશિયલ મીડિયા પર બેટિંગ ઓર્ડર અંગે ચર્ચા ચાલી રહી છે કે ચેન્નાઈની હાર પાછળનું કારણ એમએસ ધોનીનું 9 નંબર પર બેટિંગ કરવા આવવું છે. પરંતુ આ દરમિયાન, ઓસ્ટ્રેલિયન દિગ્ગજ બેટ્સમેન શેન વોટસને, જે RCB અને CSK બંને માટે રમી ચૂક્યા છે, ધોનીના બેટિંગ ક્રમ વિશે એક મોટું નિવેદન આપ્યું છે.

શેન વોટસન માને છે કે જો ધોની પહેલા બેટિંગ કરવા આવ્યો હોત તો કદાચ ચેન્નાઈની જીતની ટકાવારી વધી હોત. તેમણે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની રણનીતિ પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તેમણે 'થાલા'ને આટલા નીચલા ક્રમમાં બેટિંગ કરવા માટે મોકલવો જોઈતો ન હતો.

એમએસ ધોનીએ મોટી ભૂલ કરી
જિયો હોટસ્ટાર પર વાત કરતા શેન વોટસને કહ્યું, "CSK ચાહકો ખરેખર ધોનીને 16 બોલમાં 30 રન બનાવતા જોવા આવે છે. મને વ્યક્તિગત રીતે તેને ઉપરના ક્રમમાં બેટિંગ કરતો જોવાનું ગમ્યું હોત. મારું માનવું છે કે તેણે રવિચંદ્રન અશ્વિન પહેલાં બેટિંગ કરવા આવવું જોઈતું હતું. મેચની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, ધોની 15 વધુ બોલ માટે આ જ શૈલીમાં રમી શક્યો હોત."

શું ધોનીના કારણે CSK હારી ગયું?
શેન વોટસને એમ પણ કહ્યું કે જો ધોની ઉપર બેટિંગ કરવા આવ્યો હોત તો કદાચ ચેન્નાઈ સુપર કિંગ્સની જીતની શક્યતા વધી ગઈ હોત. તેમણે કહ્યું કે ધોનીએ ફટકારેલા ચોગ્ગા અને છગ્ગા દર્શકોને ચોક્કસ ગમ્યા હશે. પરંતુ જો ધોની પહેલા બેટિંગ કરવા આવ્યો હોત તો કદાચ CSK જીતી શક્યું હોત. ધોનીએ 16 બોલમાં 30 રનની ઇનિંગ દરમિયાન 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા.

 17 વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આજે ચેન્નાઈ સુપર કિંગ્સને તેમના જ ઘરઆંગણે હરાવીને એક અવિશ્વસનીય જીત મેળવી. ચેપોકના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી IPL 2025ની આ મેચમાં RCBએ CSKને 50 રનથી પરાજય આપ્યો હતો. આ જીત એટલા માટે પણ ખાસ છે કારણ કે RCBએ 17 વર્ષ પછી ચેન્નાઈના આ ગઢમાં વિજય મેળવ્યો છે. IPL 2025માં RCBની આ સતત બીજી જીત છે. આ પહેલા તેણે પોતાની પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન હાંસલ કરી લીધું છે. RCB પોતાની બંને મેચ જીતીને હાલમાં ટેબલ ટોપર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
શુભમન ગિલ કેપ્ટન..., 2026 T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયેલા ખેલાડીઓની પ્લેઇંગ ઈલેવન, નામ જોઈને ચોંકી જશો
શુભમન ગિલ કેપ્ટન..., 2026 T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયેલા ખેલાડીઓની પ્લેઇંગ ઈલેવન, નામ જોઈને ચોંકી જશો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
Honda Activa કે TVS Jupiter,કિંમત,માઇલેજ અને ફીચર્સની દ્રષ્ટિએ કયું સ્કૂટર છે બેસ્ટ?
Honda Activa કે TVS Jupiter,કિંમત,માઇલેજ અને ફીચર્સની દ્રષ્ટિએ કયું સ્કૂટર છે બેસ્ટ?
Embed widget