શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સૌરાષ્ટ્રના આ જિલ્લામાં વેપારીને કોરોના થતા ફફડાટ, મોટા માર્કેટમાં છે દુકાન, સુરત પણ ગયો હતો, જાણો વિગત
સુરેન્દ્રનગરના મહેતા માર્કેટમાં દુકાન ધરાવતા વેપારીને થયો કોરોના. ટ્રાવેલ હિસ્ટ્રી સુરત હોવાનું આવ્યું સામે.
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે એક તરફ ત્રણ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે બીજી તરફ એક વેપારીને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વેપારીની સુરેન્દ્રનગરના મહેતા માર્કેટમાં દુકાન આવેલી છે. ત્યારે તંત્ર દ્વારા હાલ તેની દુકાન સીલ કરવામાં આવી છે અને તેના કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. આ વેપારીની ટ્રાવેલ હિસ્ટ્રી સુરતની સામે આવી છે.
સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં ત્રણ દદીઓને આજે રજા આપવામાં આવી છે. મૂળી તાલુકાના દાણાવાડા, લખતર તાલુકાના તાવી , વઢવાણ તાલુકાના હુડકો કોરોના પોઝિટિવ દર્દીઓને સુરેન્દ્રનગર શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સરકાર ની ગાઈડ લાઈન મુજબ લક્ષણો ન દેખાતા રજા આપવામાં આવી છે. હજુ પણ સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ આંક 40 થયો છે.
Once cases tested positive for #covid19 . He has a shop in Mehta market of Surendranagar town. Shop is now sealed and contact tracing is going on. Trave history of Surat.
— COLL SURENDRANAGAR (Hand Wash + Social Distancing) (@CollectorSRN) June 2, 2020
3 patients discharged today. One among them had delivered a baby few days back. Mother and baby have been confirmed negative once again. Wishing them good health. @pkumarias pic.twitter.com/HcaDOw5GuH
— COLL SURENDRANAGAR (Hand Wash + Social Distancing) (@CollectorSRN) June 2, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
મનોરંજન
મહિલા
ક્રાઇમ
Advertisement
gujarati.abplive.com
Opinion