Accident: અમદાવાદમાં ટ્રક અને એક્ટિવા વચ્ચે ભયંકર અકસ્માત, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે, સ્કૂટર ચાલકનું મૃત્યુ
અમદાવાદમાં રખિયાલ વિસ્તારમાં મોડી રાત્રે ટ્રક અને એક્ટિવા વચ્ચે ભંયકર અકસ્માત થયો હતો. અકસ્માતમાં સ્કૂટર ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે
Accident: અમદાવાદમાં રખિયાલ વિસ્તારમાં મોડી રાત્રે ટ્રક અને એક્ટિવા વચ્ચે ભંયકર અકસ્માત થયો હતો. અકસ્માતમાં સ્કૂટર ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે.
અમદાવાદમાં રખિયાલ વિસ્તારમાં મોડી રાત્રે ટ્રક અને એક્ટિવા વચ્ચે ભંયકર અકસ્માત થયો હતો. અકસ્માતમાં સ્કૂટર ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. ઓવર ટેઇક કરવા જતાં સ્કૂટર સ્લીપ થઇ જતાં બાજુમાં પસાર થઇ રહેલા ટ્રકની નીચે આવી જતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. સ્કૂટર ચાલક બેલેન્સ ગુમાવ્યું હતું અને તેનું માથુ ટ્રકની નીચે આ જતાં રોડ પર એક્ટિવા ચાલકનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. મૃતક એક્ટિવા ચાલક ભાવનગરનો હોવાની માહિતી સામે આવી છે. અકસ્માત ગત મોડી રાત્રે બન્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
અરવલ્લીમાં કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં ત્રણના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, મોડાસાના રસુલપુર પાસે અકસ્માતની ઘટના બની હતી. કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં માસી-ભાણીયા સહિત ત્રણના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે એક બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાને પગલે ઘટનાસ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા હતા.
Diu: દીવમાં 200 કરોડની જમીન પર થયેલા દબાણો પર બૂલડોઝર ફેરવી દેવાયું
દીવ: કેન્દ્રશાસિત પ્રદેશ અને પ્રવાસન સ્થળ દીવમાં જ્યાં 200 કરોડની જમીન પર થયેલા દબાણો પર બૂલડોઝર ફેરવી દેવાયું છે. દીવનો સ્માર્ટ સિટીમાં સમાવેશ કર્યા બાદ દબાણો તોડવામાં આવી રહ્યા છે. પ્રશાસક પ્રફુલ પટેલે સરકારી જમીનો પર જ્યાં દબાણો છે તે દૂર કરવા હુકમ કર્યો છે. લીઝ પર જે જમીનો અપાઈ છે તે પણ ખાલી કરાવાઈ રહી છે. કેટલાક લોકોએ લીઝ પૂર્ણ ન થઈ હોવાથી કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા અને ખાલી ન કરી. જોકે લીઝની જમીનો પર ખડકાયેલા બાંધકામ પ્રશાસને જમીનદોસ્ત કરી દીધા છે. આવનારા દિવસોમાં પણ દબાણ દૂર કરવાની કાર્રવાઈ યથાવત રહેવાના પ્રશાસકે સંકેત આપ્યા છે.
Surat: લકઝરી બસ સંચાલકોની દાદાગીરી સામે કુમાર કાનાણીનો લેટર બોંબ, મુખ્યમંત્રીને પત્ર લખી કરી આ માંગ
સુરતમાં લક્ઝરી બસ સંચાલકોની દાદાગીરી સામે કુમાર કાનાણીનો વધુ એક લેટર બૉમ્બ સામે આવ્યો છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને સુરત શહેરમાં કતારગામ, વરાછા,પુણા વિસ્તારમાં સરકારી સ્લીપિંગ ST બસ ચાલુ કરવા માંગ કરી છે. સુરત શહેરમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ થી લાખો લોકો ધંધાર્થે સુરત ખાતે રહે છે, તેઓની વતનમાં અવર-જવર થતી હોય છે, તેઓને વતનમાં જવા-આવવા માટે પ્રાઇવેટ લક્ઝરી બસોનો આધાર લેવો પડતો હોય છે. પ્રાઇવેટ લક્ઝરી બસ માલિકો દ્વારા ભાડામાં પોતાની મનમાની ચલાવી મન પડે તેવા ભાડા વસુલવામા આવે છે, તો લોકોની એવી માંગણી છે, કે પ્રાઇવેટ બસોના રૂટોનો સર્વે કરી તે જ રૂટ પ્રમાણે સરકારી સ્લીપિંગ બસો શરૂ કરવી જોઈએ