શોધખોળ કરો
બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, 4000 ચોરસફૂટ જમીન પરના ધાર્મિક દબાણો કરાયા દૂર
દરિયાઇ વિસ્તારોમાં દબાણ કરી ગેરકાયદે પ્રવૃતિ કરનારાઓ વિરુદ્ધ રાજ્ય સરકારનું બુલડોઝર ફરી વળ્યું હતું. બેટ દ્વારકા બાદ જામનગરના દરિયામાં પણ સફાઈ અભિયાન જોરદાર ચાલી રહ્યું છે.

રાજ્ય સરકારનું બુલડોઝર ફરી વળ્યું હતું
1/5

દરિયાઇ વિસ્તારોમાં દબાણ કરી ગેરકાયદે પ્રવૃતિ કરનારાઓ વિરુદ્ધ રાજ્ય સરકારનું બુલડોઝર ફરી વળ્યું હતું. બેટ દ્વારકા બાદ જામનગરના દરિયામાં પણ સફાઈ અભિયાન જોરદાર ચાલી રહ્યું છે. જામનગરના પિરોટન ટાપુ પર ગેરકાયદે દબાણ દૂર કરી 4 હજાર ચોરસમીટર જમીન ખાલી કરાઈ છે. ધાર્મિક કાર્યોના નામે દબાણ કરનાર ગેરકાયદે પ્રવૃતિ કરનારા વિરુદ્ધ આ વધુ એક મોટી કાર્યવાહી છે. આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષાની સાથે જળસૃષ્ટી માટે પણ હાનિકારક હતા.
2/5

બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. ઓખા પોર્ટમાં સરકારી જમીન પરના ધાર્મિક દબાણો દૂર કરાયા હતા. પ્રથમ બે દિવસમાં 187 ગેરકાયદે બાંધકામ તોડાયા હતા. બીજા દિવસે 111 ગેરકાયદે બાંધકામ તોડાયા હતા. 1 લાખ કરોડની સરકારી જમીન પરના દબાણો દૂર કરવાનો સંકલ્પ લીધો છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અતિ સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રશાસને કાર્યવાહી કરી હતી. દબાણોના કારણે આ વિસ્તારમાં રાષ્ટ્રીય સુરક્ષા મોટો મુદ્દો હતો. ટાપુ પરના ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરાયા હતા.
3/5

દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પિરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. પિરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા.
4/5

પિરોટન ટાપુ પાસે 5 SPM આવેલા છે. જેનાથી દેશનો 60 ટકા ક્રૂડ ઓઇલનો પુરવઠો સપ્લાય થાય છે. પિરોટન મરીન નેશનલ પાર્કનો હિસ્સો છે. અહીંના કોરલ જેવા સમુદ્રી જીવોને ગેરકાયદેસર દબાણોને કારણે ખૂબ મોટું નુકસાન થતું હતું. અતિક્રમણને કારણે લોકોની અવરજવર વધી જતાં રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. આ સ્થળ NDPS સંબંધી પ્રવૃત્તિઓ માટે લેન્ડિંગ પોઈન્ટ બનવાનું જોખમ ધરાવતું હતું. અતિક્રમણને કારણે સમુદ્રી વનસ્પતિને મોટા પાયે નુકસાન થઈ રહ્યું હતું.
5/5

જીએસએફસી, રિલાયન્સ, નયારા એનર્જી, એરફોર્સ બેઝ, નેવી બેઝ જેવા મહત્વના ઉદ્યોગો અને સંસ્થાઓ માટે આ અતિક્રમણને કારણે થતી ગેરકાયદેસર અવરજવર ગંભીર ખતરો ઉભો કરતું હતું. આ કાર્યવાહી દ્વારા પિરોટન ટાપુને ફરીથી તેની મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને આ સાથે દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિનું રક્ષણ કરવામાં આવશે.
Published at : 13 Jan 2025 12:06 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
અમદાવાદ
આઈપીએલ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
