શોધખોળ કરો
ગોપાલ ગાંઠિયાના પેકેટમાંથી મૃત ઉંદર નીકળ્યો, હિંમતનગરમાં બાળકીની તબિયત લથડી
પ્રેમપુરમાં 500 ગ્રામના પેકેટમાંથી નીકળ્યો મૃત ઉંદર, બાળકીને ઝાડા થતાં હોસ્પિટલમાં ખસેડાઈ, ફૂડ વિભાગની બેદરકારીનો આક્ષેપ.
હિંમતનગરના પ્રેમપુરમાં ગોપાલ કંપનીના ગાંઠિયાના પેકેટમાંથી મૃત ઉંદર નીકળવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.
1/5

પ્રેમપુર ગામમાંથી એક દુકાનમાંથી 500 ગ્રામ ગોપાલ કંપનીના ગાંઠિયાનું પેકેટ ખરીદવામાં આવ્યું હતું. આ ગાંઠિયા બાળકીને ખાવા માટે આપવામાં આવ્યા હતા, ત્યારે પેકેટમાંથી નાનો મૃત ઉંદર નીકળ્યો હતો.
2/5

બાળકીની માતાએ જ્યારે પેકેટમાં હાથ નાખી ગાંઠિયા લેવા ગયા ત્યારે તેમને મૃત ઉંદર જોવા મળ્યો હતો. આ ઘટના બાદ બાળકીને ઝાડા થતાં તેના પિતા તેને તાત્કાલિક દાવડ સરકારી દવાખાને લઈ ગયા હતા, એવો પરિવારનો દાવો છે.
3/5

બાળકીના પિતાએ આ ઘટનાની જાણ ફૂડ વિભાગને કરતા, ફૂડ વિભાગે ઓફિસ સમય પૂરો થઈ ગયો હોવાનું જણાવી સોમવારે પેકેટ લઈને આવવા કહ્યું હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે. ફૂડ વિભાગની આ બેદરકારીથી પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે.
4/5

આ ઘટનાથી ગોપાલ કંપનીની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
5/5

પરિવારે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ્સને નમકીન કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
Published at : 11 Jan 2025 04:51 PM (IST)
આગળ જુઓ
Advertisement





















